ખંભાળિયામાં આવેલું છે વિશ્વની પ્રથમ નમસ્કાર સાધનાપીઠની અનમોલ કલાકૃતિવાળું આરાધનાધામ

ખંભાળિયામાં આવેલું આરાધનાધામ
ખંભાળિયામાં આવેલું આરાધનાધામ

જિનાલયમાં દરરોજ સવારે મહાવીર સ્વામી ભગવાનને સૂર્યના કિરણો પુલકતિ કરી રહ્યા છે

DivyaBhaskar.com

Sep 12, 2018, 10:52 AM IST

જામનગર: જામનગરથી 45 કિમી દૂર ખંભાળિયા નજીક પંચ પરમેષ્ઠી ભગવાન સ્થાપિત 108 ફૂટ ઉંચા સ્તંભની વિશ્વની પ્રથમ નમસ્કાર સાધનાપીઠની અનમોલ કલાકૃતિવાળું આરધનાધામ જૈનોની આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર સ્થાનમાં આવેલા જિનાલયમાં દરરોજ સવારે મહાવીર સ્વામી ભગવાનને સૂર્યના કિરણો પુલકતિ કરી રહ્યા છે.

રસપ્રદ ઇતિહાસ

હાલારી વિશા ઓશવાળ જ્ઞાતિએ સમસ્ત જૈન સમાજને આપેલી અનમોલ ભેટ એવા આરધનાધામના નિર્માણનો ઇતિહાસ પણ રોચક છે. દુષ્કાળને કારણે હાલારી વિશા ઓશવાળના 52 ગામમાંથી જ્ઞાતિજનોએ સ્થળાતંર કરતા ભાવિ પેઢીને કેમ ખબર પડશે કે આપણે હાલારના વતની છીએ અને હાલારના ઉપકારની સ્મૃતિ શું? આ વિચારોને મૂર્તિમંત કરવા વિરલ અને સધાર્મિક સુશ્રાવક વાઘજીભાઇએ મહાસેનવિજયજી મ.સા.ને વિનંતી કરતા તીર્થનું નિર્માણ કરવાનું નક્કી થયું અને તેનું નામ હાલાર તીર્થ આરધનાધામ રાખવામાં આવ્યું. વાઘજીભાઇએ આરધનાધામનો પાયો તા.9/2/1985 ના રોજ નખાવ્યો હતો. 40 એકરમાં પથરાયેલું આરધનાધામ તીર્થ પાંજરાપોળ, વિશ્રામગૃહ, જિનાલયો, આર્ટગેલરી, સહિતની સુવિધાઓ સાથે વટવૃક્ષ બન્યું છે. જૈનોના આસ્થાના કેન્દ્ર આરાધનાધામની મુલાકાતે દર વર્ષે દેશભરમાંથી જૈન શ્રાવક શ્રાવિકાઓ ઉપરાંત અન્ય સમાજના લોકો પણ બહોળી સંખ્યામાં આવે છે.

જિનાલયનું શિખર 98 ફૂટ ઊંચુ

આરાધનાધામમાં મૂળનાયક મહાવીરસ્વામીની 71 ઇંચની ભવ્ય પ્રતિમા આવેલી છે. ઉપરાંત શાંતિનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, આદીનાથ ભગવાનના ગભારા છે. શિખરની ઉપરની બાજુએ શ્યામવર્ણીય અમીઝરા પાર્શ્વનાથ ભગાવનનું જિનાલય આવેલું છે. જેની દિવાલો કલાત્મક કાચથી મઢેલી છે. મહાવીર સ્વામી ભગવાનના જિનાલયનું શિખર 98 ફૂટ ઉંચુ છે.

બીમાર પશુઓની સેવા માટે પાંજરાપોળ

આરાધનાધામ તીર્થની સાથે પશુઓની સેવા માટે પાંજરાપોળ પણ બનવામાં આવ્યું હતું. જેમાં અબોલ, બિમાર, અશક્ત, વૃધ્ધ,તરછોડાયેલા પશુઓને આશ્રય આપી દવા, સારવાર આપવામાં આવી જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરવામાં આવી રહ્યું છે. કાયમી ધોરણે આ પશુઓ માટે નિષ્ણાંત પશુ ડોક્ટરોની વ્યવસ્થા રાખવામાં આવી છે. આટલું જ નહીં પશુઓ માટે 18 થી 20 ગોવાળ રાખવામાં આવ્યા છે.

જામનગરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવના નામે 1771 કિલો ખીચડાનો વર્લ્ડ રેકોર્ડ

X
ખંભાળિયામાં આવેલું આરાધનાધામખંભાળિયામાં આવેલું આરાધનાધામ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી