જામનગરમાં પદ્માવત ફિલ્મના વિરોધમાં ઠેર ઠેર ચક્કાજામ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: પ્રાંરભથી જ વિવાદોમાં સપડાયેલી પદ્માવત ફિલ્મને સુપ્રિમકોર્ટે રીલીઝની મંજૂરી આપતા પુન: વિરોધનો વંટોળ ઉભો થયો છે. જામનગરમાં પણ શુક્રવારે રાત્રિના ફિલ્મના વિરોધમાં રાજપૂત સમાજના કાર્યકરો દ્વારા ટાયર સળગાવી ચક્કાજામ કરવામાં આવતાં રોડની બંને બાજુ વાહનોની કતારો જોવા મળી હતી. ખોડીયાર કોલોની વિસ્તારમાં પણ રસ્તારોકોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. બનાવના પગલે પોલીસમાં દોડધામ મચી ગઇ હતી. 

 

ટાયરો સળગાવી ચકકાજામ કરવામાં આવ્યો હતો


પદ્માવત ફિલ્મને રીલીઝની સુપ્રિમકોર્ટે મંજૂરી આપતા કરણી સેના અને રાજપૂત સમાજ દ્રારા પુન: દેખાવ શરૂ થયા છે. શનિવારે રાત્રિના રાજપૂત સમાજના યુવાનો દ્વારા ગુલાબનગર પાસે ટાયરો સળગાવી ચકકાજામ કરવામાં આવ્યો હતો. જેના પગલે અડધી કલાક માટે ટ્રાફીફ અવરોધાયો હતો.


 બનાવની જાણ થતાં જ પોલીસ બનાવના સ્થળે દોડી ગઇ હતી પરંતુ તે પહેલાં દેખાવકારો નાસી છૂટયા હતાં. શહેરના ખોડીયાર કોલોની વિસ્તારમાં પણ માર્ગ પર ટાયરો રાખી રસ્તારોકોનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને સ્થળે ટાયરો દૂર કરી વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.  (તસવીરો હિરેન હિરપરા)

 

 

વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરો...

અન્ય સમાચારો પણ છે...