તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શહેરમાં બ્રાસપાર્ટસના કારખાનામાં આગ, બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: જામનગરના ઉધોગનગર વિસ્તારમાં આવેલા એક બ્રાસપાર્ટસના કારખાનામાં મંગળવારે રાત્રે અકસ્માતે આગ ભભુકતા ફાયર બ્રિગેડ શાખાના કાફલાએ દોડી જઇને બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. જોકે, આ દરમ્યાન અમુક મશીનરી અને માલસામાન ખાક થયાનુ બહાર આવ્યુ છે. જામનગરમાં ઉઘોગનગર વિસ્તારમાં વિનાયક કોલ્ડ સ્ટોરેજ સામે એક બ્રાસપાર્ટસના કારખાનામાં મંગળવારે રાત્રે આગ લાગી હોવાનો સંદેશો મળતા ફાયર બ્રિગેડ શાખાનો કાફલો દોડી ગયો હતો.

 

ફાયર શાખાના કાફલાએ મારવેલ પ્રોડકટ નામના કારખાનામાં લાગેલી આગને બુઝાવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. ફાયર શાખાના કર્મીઓએ લગભગ બે ટેન્કર વડે પાણીના મારા સાથે બે કલાક જહેમત લીધા બાદ આગ કાબુમાં આવી હતી. જોકે, આ આગ કાબુમાં આવે તે પુર્વે જ કારખાનામાં રહેલી અમુક મશીનરીઓ અને માલસામાન ખાક થયો હોવાનુ બહાર આવ્યુ છે. જયારે ઉપરોકત આગ અકસ્માતે લાગી હોવાનુ કારખાના માલિક મહીપતભાઇ મોલીયાએ ફાયર બ્રિગેડ સમક્ષ જાહેર કર્યુ હતુ.આ આગની ઘટનાના પગલે સ્થળ પર બહોળી સંખ્યામાં લોકોના ટોળા એકત્ર થયા હતા.

અન્ય સમાચારો પણ છે...