Divya Bhaskar

Home » Saurashtra » Latest News » Jamnagar » Bhandara District Punished Two Accused For Sentence to death

મહારાષ્ટ્રમાં ગુજ્જુ પાટીદાર યુવતીની હત્યા: 3 વર્ષે આરોપીઓને ફાંસીની સજા

Divyabhaskar.com | Updated - Jul 04, 2018, 05:24 PM

AC રિપેરિંગ કરવાના બહાને આમિર શેખ અને સચિન રાવત નામના શખ્સ ભંડારાના તકિયા વાર્ડમાં રહેતા રૂપેશ બારીયાના ઘરમાં ઘુસ્યા હતા

  • Bhandara District Punished Two Accused For Sentence to death
    +2બીજી સ્લાઈડ્સ જુઓ
    3 વર્ષ પહેલા જામનગરના રહેવાસી પ્રીતિ બારીયાની હત્યા થઈ હતી

    જામનગર: મૂળ જામનગરના રહેવાસી પ્રીતિ બારીયાના હત્યા કેસમાં બંને હત્યારાઓને ભંડારા જિલ્લા કોર્ટે ફાંસીની સજા સંભળાવી હતી. જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સંજય દેશમુખે અંતિમ સુનાવણી હાથ ધરીને બંને આરોપી આમિર શેખ અને સચિન રાવતને ફાંસીની સજા આપી હતી.


    કેવી રીતે બની હતી ઘટના?
    3 વર્ષ પહેલા આજના દિવસે (30 જુલાઈ-2015) ના રોજ AC રિપેરિંગ કરવાના બહાને આમિર શેખ અને સચિન રાવત નામના શખ્સ ભંડારાના (મુળ ગુજરાતના) તકિયા વાર્ડમાં રહેતા રૂપેશ બારીયાના ઘરે ઘુસી આવ્યા હતા. લૂંટ કરવા આવેલા આ બંને શખ્સોએ ઘરમાં રહેતા 3 લોકો પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રૂપેશની પત્ની પ્રીતિ બારીયાનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પ્રીતિના માથાના ભાગે હથોડી વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ તેમના પુત્ર ભવ્ય બારીયાને ગંભીર ઈજાઓ થઈ હતી. બંને શખ્સોએ તેમના ઘરમાંથી સોના-ચાંદી અને 3.20 લાખ રોકડ રકમની ચોરી ફરાર થઈ ગયા હતા.


    આરોપી કેવી રીતે પકડાયા?

    રૂપેશ બારીયાની ઘરે લૂંટ કરતા પહેલા આમિર અને સચિને મ્હાડા કોલોનીમાં રહેતા રવિન્દ્ર સિંધેના ઘરે પણ લૂંટ મચાવી હતી. સિંઘેના ઘરે પણ AC રિપેરિંગ કરવાના બહાને ઘુસી આવ્યા હતા. ત્યા પણ બંને શખ્સોએ હુમલો કરી જ્વેલરી, લેપટોપ અને એટીએમની ચોરી કરી હતી. બાદમાં એટીએમથી કેસ કાઢવાની કોશિશ કરી હતી, ત્યારે પોલીસે લોકેશન ટ્રેસ કરીને લૂંટારુઓની ધરપકડ કરી હતી.

    આગળની સ્લાઈડ્માં વાંચો: કોર્ટમાં 26 લોકોના નિવેદન બાદ સજા

  • Bhandara District Punished Two Accused For Sentence to death
    +1બીજી સ્લાઈડ્સ જુઓ
    ભંડારા જિલ્લા કોર્ટે લૂંટ અને હત્યામાં બંને આરોપીને ફાંસીની સંજા સંભળાવી

     કોર્ટમાં 26 લોકોના નિવેદન બાદ સજા

    પોલીસે આમિર શેખ અને સચિન રાવતને 302, 307, અને 452ની કલમ લગાની ગુનો નોંધ્યો હતો, આ મામલે 26 લોકોના નિવેદન લેવાયા હતા. હથિયારોની તપાસમાં બંને આરોપી દોષી સાબિત થયા હતા. જેથી લૂંટ અને હત્યા કેસમાં કોર્ટે બંને આરોપીઓને ફાસીની સજા સંભળાવી હતી.

     

    આગળની સ્લાઈડ્માં વાંચો: કોણ છે પ્રીતિ બારીયા

  • Bhandara District Punished Two Accused For Sentence to death
    લૂંટારૂઓના હુમલામાં પ્રીતિ બારીયાના પુત્રને પણ ગંભીર ઈજઓ થઈ હતી

    કોણ છે પ્રીતિ બારીયા

    પ્રીતિ બારીયા મૂળ જામનગર જિલ્લાના જામજોધપુરના વસજાલિયાના કડવા પટેલ પરિવારની સભ્ય હતી. પટેલ પરિવાર ત્યાં બોટલિંગ (પાણીના બોટલ સપ્લાય)ના વ્યવસાય સાથે સંકળાયેલો હતો અને વર્ષોથી ત્યાં રહેતા હતા. દીકરીના લગ્ન બાદ જમાઈ કિરિટ સાપરિયાને પણ ધંધાર્થે ત્યાં લઈ ગયા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending