એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે

એસબીઆઇએ ક્વિક એપ જાહેર કરી, જરૂર હોય ત્યારે ચાલુ કરો અને ન હોય ત્યારે બંધ કરો,જેથી છેતરપિંડી અટકી શકે

Bhaskar News

Bhaskar News

Divyabhaskar.com | Updated - Apr 01, 2018, 12:47 AM
ATM cards can be turned on or off anytime

જામનગર: એટીએમ કાર્ડ ગમે ત્યારે ચાલુ અને બંધ કરી શકાશે.એસબીઆઇએ આ માટે કવીક એપ જાહેર કરી છે.આથી જરૂર હોય ત્યારે એટીએમ કાર્ડ ચાલુ કરી નાણાં ઉપાડી શકાય અથવા બજારમાંથી ખરીદી કરી શકાય, તો જરૂર ન હોય ત્યારે કાર્ડ બંધ કરી શકાશે.આથી કાર્ડ ગુમ થઇ જાય તો બીજાના હાથમાં આવે તો નાણાં ઉપાડી ન શકે અને ઓનલાઇન થતી છેતરપીંડી પણ અટકી શકે.

જામનગરની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાએ એટીએમ કાર્ડધારકો માટે ખાસ સુવિધા શરૂ કરી છે.એસબીઆઇ કવીક એપના માધ્યમથી ગ્રાહક એટીએમ કાર્ડ પર નિયંત્રણ રાખી શકે છે.એટલે કે જરૂર પડે ત્યારે ચાલુ અને જરૂર ન હોય ત્યારે બંધ કરી શકે છે. આ માટે ગ્રાહકે પોતાના મોબાઇલમાં એસબીઆઇ કવીક એપ ડાઉનલોડ કરવી જરૂરી છે.આથી એટીએક કાર્ડનું મરજી મુજબ સંચાલન કરી શકાશે.અત્રે સૌથી નોંધનીય બાબત એ છે કે,આ એપ પૂર્ણરૂપે સુરક્ષિત છે.એપનો ઉપયોગ ત્યારે જ થઇ શકશે જયારે જે મોબાઇલ નંબરથી આ એપ ડાઉનલોડ કરવામાં આવી હોય તે નંબર બેંકમાં રજીસ્ટર હોવો જરૂરી છે.

એપનો ઉપયોગ કરો, છેતરપિંડીના બનાવ ઘટશે

એસબીઆઇના ચેનલ મેનેજર અતુલ મહેતાએ જણાવ્યું હતું કે ગ્રાહકોએ બેંકની આ સુવિધાનો લાભ ઉઠાવો જોઇએ.એટીએમ કાર્ડથી રૂપિયા ઉપાડયા બાદ અથવા તો ખરીદી કરી હોય તો નાણાં ચૂકવ્યા બાદ કાર્ડને બંધ કરી દો.ત્યારબાદ જયારે જરૂર હોય ત્યારે કાર્ડ ચાલુ કરી લો.આથી છેતરપીંડીના બનાવમાં ઘટાડો થશે.એસબીઆઇની કવીક એપ સુરક્ષિત છે.એપમાં કાર્ડ ફીચર છે,પરંતુ એટીએમ કાર્ડ માટે વિશેષ ફીચર આપવામાં આવ્યા છે.

આ રીતે એટીએમ કાર્ડને ચાલુ અને બંધ કરી શકાશે

ગ્રાહકે મોબાઇલમાં કવીક એપ ડાઉનલોડ કરવી પડશે.ત્યારબાદ રજીસ્ટ્રેશન ફીચરમાં જઇ જે નંબર પરથી એપ ડાઉનલોડ કરી હોય તે નંબર નાંખવો પડશે.આથી રજીસ્ટ્રેશન થઇ જશે.એટીએમ કાર્ડ ચાલુ અને બંધ કરવા માટે ગ્રાહકે એટીએમ કમ ડેબીટ કાર્ડના ફીચરમાં જવું પડશે.જયાં એટીએમ કાર્ડના છેલ્લાં ચાર નંબર નાંખવાના રહેશે.નંબર નાંખ્યા બાદ એટીએમ કાર્ડ સ્વીચ ઓન અથવા ઓફનો વિકલ્પ આવશે.આ આધાર પર ગ્રાહક કાર્ડનો ઉપયોગ કરી શકશે.

X
ATM cards can be turned on or off anytime
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App