સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ બાદ કુકર્મ આચરાયું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પ્રતિકાત્મક તસવીર

જામનગર: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવીને અપહરણ કરી છરી બતાવીને મારી નાખવાની ધમકી ઉચ્ચારીને દુષ્કર્મ આચર્યાની ફરીયાદ ગુલાબનગર વિસ્તારના જ શખ્સ સામે નોંધાવાઇ છે. પોલીસે ભોગ બનનાર સગીરાની તબીબી તપાસણી હાથ ધરાવીને આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.


બનાવની પ્રાપ્ત વિગત અનુસાર જામનગર શહેરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતી એક સતર વર્ષની વયની તરૂણીને લગભગ છ માસ પહેલા નજીકના વિસ્તારમાં રહેતો ફારૂક ઉર્ફે ટીટી શેખ નામનો શખ્સ લગ્ન કરવાની લાલચ આપીને લલચાવી ફોસલાવીને પોતાના મામાના રહેણાંક મકાનમાં લઇ ગયો હતો. મામાના મકાનમાં લઇ ગયા બાદ તેણે છરી બતાવીને જાનથી મારી નાખવાની પણ ધમકી ઉચ્ચારી બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ પણ તેણીને સમયાંતરે ધાક ધમકી આપીને આરોપીએ અવાર નવાર કુકર્મ કર્યાની આપવીતી પરીવારજનોને વર્ણવી હતી. જેના પગલે તુરત પરીવારજનોએ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.


આ બનાવની ભોગ બનનાર સગીરાની ફરીયાદ પરથી પોલીસે આરોપી ફારૂક ઉર્ફે ટીટી રજાકભાઇ શેખ સામે અપહરણ,દુષ્કર્મ ઉપરાંત પોકસો સહિતની કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે.પોલીસે ભોગ બનનાર સગીરાના મેડિકલ પરીક્ષણની તજવીજ હાથ ધરીને આરોપીને પણ પકડી પાડવા જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...