• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • માંઝા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા દંપતી ખંડીત, પતિનું મોત | Accident Between Bolero And Bike Near Khabhaliya, 1 Dead

માંઝા ગામના પાટિયા પાસે અકસ્માત સર્જાતા દંપતી ખંડીત, પતિનું મોત

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જામનગર: ખંભાળીયા નજીક માંઝા ગામના પાટીયા પાસે પુરઝડપે આવતા બોલેરોએ બાઇકને હડફેટે લેતા ઘવાયેલા યુવાનનુ મૃત્યુ નિપજયુ હતુ. જયારે પત્નીને ઇજા થતા હોસ્પીટલ ખસેડાઇ હતી.  ખંભાળીયા તાલુકાના નવી ફોટ ગામે રહેતા સવદાસભાઇ ડાડુભાઇ પીંડારીયા તેના પત્ની ગીતાબેનને બાઇકને પાછળ બેસાડીને તા.27ના નવી ફોટ ગામેથી ખંભાળીયા તરફ આવી રહયા હતા ત્યારે માંઝા ગામના પાટીયા પાસે બોલેરો જીપના ચાલકે દંપતિના બાઇકને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. 

 

કોલેજમાં એડમિશન લેવા માટે દંપતી ખંભાળિયા તરફ જતું હતું
 

 જે અકસ્માતમાં બાઇકચાલક સવદાસભાઇને ગંભીર ઇજા પહોચતા મૃત્યુ નિપજયુ હતુ. જયારે તેમના પત્ની ગીતાબનેનને ઇજા પહોચતા સારવાર માટે હોસ્પીટલ ખસેડાયા હતા. આ બનાવની પોલીસે બોલેરો ચાલક સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  એડમીશન માટે ખંભાળીયા આવતા નડયો અકસ્માત નવી ફોટ ગામેથી સવદાસભાઇ અને તેમના પત્ની ગીતાબેન ખંભાળીયા ખાતે ગીતાબેનના કોલેજમાં એડમીશનના કામ માટે નિકળ્યા હતા ત્યારે અકસ્માત નડયાનુ પોલીસ સમક્ષ જાહેર થયુ છે.

 

અન્ય સમાચારો પણ છે...