સુરક્ષા / યાત્રાધામ દ્વારકા પર 50 CCTVથી બાજ નજર રખાશે, ખંભાળિયામાં કંટ્રોલરૂમ તૈયાર કરાશે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર
X
ફાઈલ તસવીરફાઈલ તસવીર

  • દ્વારકામાં 50 અને ખંભાળિયામાં 55 સીસીટીવી ફિટ કરાશે

Divyabhaskar.com

Feb 12, 2019, 11:12 AM IST
જામનગર:સરકાર દ્વારા ચાલી રહેલા સેફ એન્ડ સિક્યુર ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત 34 જિલ્લા અને 7 યાત્રાધામમાં જાહેર માર્ગો અને સ્થળો પર સીસીટીવી કેમેરાની ચાપતી નજર રાખવા કેમેરા ગોઠવવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત દ્વારકામાં 50 અને વડુમથક ખંભાળિયામાં 55 સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે. જેની કામગીરી હાલ જિલ્લામાં પુરજોશમાં ચાલી રહી છે અને નવનિર્માણ જિલ્લા પોલીસ ભવનમાં કમાન્ડ કંટ્રોલ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

અંધારામાંથી વાહન પસાર થશે તો પણ નંબર પ્લેટ કેચઅપ થઈ જશે

ગુનાખોરીનું પ્રમાણ અટકાવવા રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટ અમલમાં મુકાયો છે. આ સીસીટીવી કેમેરા ફોર-કે કેમેરા હશે એટલે કે રસ્તા પરથી પસાર થતા તમામ વાહનોની નંબર પ્લેટ તેમાં આવી જશે. ગમે તેવા અંધારામાંથી વાહન પસાર થશે તો પણ નંબર પ્લેટ કેચઅપ થઇ જશે.જેથી શહેરમાં અકસ્માત કરી નાશી છુટતા વાહનો હવે પોલીસની ઝપટમાં આવી જશે. 
2. 45 પોલીસ કર્મચારીઓ CCTV કેમેરાનું મોનિટરિંગ કરશે
નવા પોલીસ ભવનમાં આ સીસીટીવી કેમેરાનું કમાન્ડ કંટ્રોલ રૂમ તૈયાર થઇ રહ્યો છે. જ્યાં કોમ્પ્યુટર ડિસ્પ્લે રૂમ બનશે.અને તેના પરથી સીધા જ 45 પોલીસ કર્મીઓ સીસીટીવી કેમેરાનું મોનિટરીંગ કરીને ટ્રાફિકનું પણ નિયંત્રણ કરી શકશે. 
3. કંટ્રોલ રૂમ સાથે ઇ-ચલણ રૂમ તૈયાર કરાશે
સીસીટીવી કેમેરામાં ટ્રાફિકનું નિયમોનું ઉલ્લંઘન કરતા વાહનચાલકો આબાદ ઝડપાઇ જશે. જેને સીધો જ ઇ-મેમો ફટકારવા માટે કંટ્રોલ રૂમમાં ઇ-ચલણ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. જ્યાંથી વાહન ચાલકોને ઇ-મેમો ફટકારવામાં આવશે. 
4. આ સ્થળોને પ્રથમ અગ્રતા અપાઇ
દ્વારકા જિલ્લાનું વડુ મથક ખંભાળિયામાં સુમસામ અને સતત અવર જવર ધરાવતા રેલ્વે સ્ટેશન,બસ સ્ટેશન રોડ,આઇટીઆઇ કોલેજ, સલાયા ચોકડી મુખ્ય હાઇવે રોડ તેમજ રામનાથ મંદિર અને મેળાના ગ્રાઉન્ડમાં સીસીટીવી કેમેરા ફીટ કરવામાં આવશે.જ્યારે દ્વારકામાં જગતમંદિર અને પરિસરમાં ફીટ કરવામાં આવશે. 
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી