જામનગરમાં 5 ઇંચ વરસાદ ,લાખોટા તળાવમાં નવાં નીર

5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
Bhaskar News

Bhaskar News

Jul 17, 2018, 11:56 PM IST

જામનગર: શહેરમાં સોમવારે મધરાત બાદ મંડાયેલા મેઘરાજાએ સવારે વેગ પકડતા બે કલાકમાં જ અઢી ઇંચ સાથે ઝમાઝમ પાંચ ઇંચ પાણી વરસતા શહેરીજનો ખુશીથી ઝુમી ઉઠયા હતા.અસહ્ય ઉકળાટ અને બફારા બાદ વરસેલા વરસાદથી જનહૈયે ટાઢક વળી છે.જોકે,શહેરના અમુક નિચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાતા લોકોએ હાલાકી પણ ભોગવી હતી. જામનગરમાં લાંબી પ્રતિક્ષા બાદ સોમવારે મધરાતના સુમારે શરૂ થયેલા હળવા વરસાદે રાતભર મુકામ કર્યો હતો જેમાં પણ ખાસ કરીને સવારે દશ વાગ્યાથી વરસેલા જોરદાર વરસાદે માર્ગો પાણી પાણી કરી દીધા હતા.માત્ર બે કલાકમાં જ અઢી ઇંચ સાથે બપોરે બાર વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ પડતા લોકોએ રાહત અનુભવી હતી.

તેમજ ખંભાળિયામાં 15 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. જામનગરમાં મેધરાજાના રાત્રી મુકામના પગલે અમુક નિચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબ પાણી ભરાયા હતા.શહેરના બેડી ગેઇટ,જુની જયશ્રી સિનેમા માર્ગ,ઘણશેરી સહીતના સતત અવર જવર વાળા માર્ગો પર પાણીનુ સામ્રાજય છવાયુ હતુ.જેના પગલે રાહદારીઓ અને દુકાનદારોએ ભારે હાલાકી ભોગવી હતી.જામનગરમાં બપોરે સાડા અગીયાર વાગ્યા બાદ મેધરાજાએ વિરામ લીધો હતો.જોકે,ત્યારબાદ પણ શહેરમાં વરસાદી માહોલ અવિરત રહયો છે.

જામનગરમાં વરસેલા જોરદાર વરસાદથી જુદા જુદા વિસ્તારોમાં સાત સ્થળે વૃક્ષો ધરાશાયી થતા માર્ગો પર અવર જવર માટે અવરોધરૂપ હોવાની ફરિયાદોના પગલે ફાયરબ્રિગેડ શાખાનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો.શહેરના પવનચક્કી, સેન્ટ્રલ બેન્ક, સ્વસ્તિક સોસાયટી, પંચવટી, ઓશવાળ કોલોની, હિરજી મિસ્ત્રી રોડ પર મોર્ડન પાર્ક વિસ્તારના માર્ગો પર વૃક્ષો ધરાશાયી થતા ફાયર શાખાના કર્મચારીઓ દ્વારા તાકીદે કામગીરી હાથ ધરી માર્ગો પર આવાગમન પૂર્વવત કરાયુ હતુ.

વધુ તસવીરો જોવો આગળની સ્લાઇડ્સમાં...

X
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
5 inch rain in Jamnagar, new erosion in Lakhota lake
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી