Home » Saurashtra » Latest News » Jamnagar » 4 kg of heroin was found in Salaya of Dwarka district, one person was arrested

દ્વારકામાંથી ATSએ જપ્ત કર્યું 5 કિલો હેરોઇન, કન્સાઈન્મેન્ટ પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ

Divyabhaskar.com | Updated - Aug 13, 2018, 08:23 AM

હેરોઇનની અંદાજીત કિંમત પંદર કરોડની આસપાસ હોવાનું મનાઈ રહ્યું છે

  • 4 kg of heroin was found in Salaya of Dwarka district, one person was arrested
    પ્રતિકાત્મક તસવીર

    દ્વારકા:દેવભૂમિ દ્વારકાના સલાયા તાલુકાના સોડસલા ગામની સીમમાંથી 5 કિલો હેરોઈન સાથે 2 આરોપીની એટીએસએ ધરપકડ કરી છે. આંતરરાષ્ટ્રીય બજારમાં 15 કરોડની કિંમતનું આ હેરોઈન સરોસણ ગામની ઈંગ્લિશ મીડિયમની સ્કૂલ નજીક જમીનમાં દાટી દેવાયું હતું. એટીએસની ટીમે રવિવારે વહેલી સવારે 15 જ મિનિટમાં આ ઓપરેશન પાર પાડીને હેરોઈનના જથ્થા સાથે અઝીઝ અબ્દુલ ભગડ અને આરિફ અદામ સુમેરાની ધરપકડ કરી હતી.

    હેરોઈનના આ કન્સાઈન્મેન્ટ પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ હોવાનું એટીએસના સૂત્રોનું કહેવું

    આંતરરાષ્ટ્રીય ડ્રગ માફિયા દ્વારા પાકિસ્તાનથી 4 મહિના પહેલા ફિશિંગ બોટ મારફતે 100 કિલો હેરોઈનનું કન્સાઈન્મેન્ટ મંગાવવામાં આવ્યું હતું. આ કન્સાઈન્મેન્ટ આંતરરાષ્ટ્રીય જળસીમામાંથી કચ્છના માંડવીમાં ડિલિવરી થયું હતું. આ હેરોઇન તે જ કન્સાઈન્મેન્ટનો એક હિસ્સો હોવાનું પોલીસની તપાસમાં બહાર આવ્યો છે. જેનો બાકીનો હિસ્સો ઉત્તર ભારતના કેટલાંક રાજ્યોમાં મોકલી દેવાયો છે. પાકિસ્તાનથી મોકલવામાં આવેલા હેરોઈનના આ કન્સાઈન્મેન્ટ પાછળ આતંકવાદી સંગઠનોનો હાથ હોવાનું એટીએસના સૂત્રોનું કહેવું છે.


    ચાલુ વર્ષે આવા 10 કન્સાઇન્ટમેન્ટ પકડાયા


    આ અંગે ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું હતું કે, અમદાવાદ એસઓજી, ક્રાઈમ બ્રાંચ, ગાંધીનગર ક્રાઈમ બ્રાંચ, તેમજ નારકોટિક્સ કંટ્રોલ બ્યુરો(એનસીબી) દ્વારા ચાલુ વર્ષમાં ગાંજો, અફીણ, ચરસ અને હેરોઈનના 10 કન્સાઈન્મેન્ટ પકડવામાં આવ્યા હતા.યુવા પેઢીને બચાવવા માટે નશીલા પદાર્થનું સેવન અને પરિવહન રોકવાની જબાવદારી એટીએસને સોંપાઈ છે.

    મગફળી કૌભાંડઃ આગ બુઝાવનાર ફાયરફાઇટરે કહ્યું; કોથળામાંથી ડિઝલના કેન મળ્યા હતા, કલેક્ટરે ના પાડી એટલે સળગવા દીધા

    માહિતી: સુભાષ સિંધ, દ્વારકા

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Saurashtra

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ