જામનગરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવના નામે 1771 કિલો ખીચડાનો વર્લ્ડ રેકોર્ડ

ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર
ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર
Bhaskar News

Bhaskar News

Sep 11, 2018, 11:20 PM IST

જામનગર: જામનગરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવમાં ગતવર્ષે બનાવામાં આવેલા 1771 કિલો ખીચડાને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. ચોખા,મગ,રાજમા,ચોરી,મઠ,ચણા,વાલ,ચણાની દાળ,વટાણાનો ઉપયોગ કરી બનાવી પ્રસાદ રૂપે વિતરણ કરવામાં આવ્યો હતો. 1771 કિલો વજનના ખીચડા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરવામાં આવી હતી. ત્યારે ખીચડાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા આ ગ્રૂપ વધુ એક વખત ચમક્યું છે.


શહેરમાં એઇટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા આયોજિત દગડુ શેઠ ગણપતિ મહોત્સવમાં ગત વર્ષે ચોખા, મગ, રાજમા, ચોરી, મઠ, ચણા, વાલ, ચણાની દાળ,વટાણા સાત ધાનનો ઉપયોગ કરી ખીચડો બનાવમાં આવ્યો હતો. જેને તેલ,મરચાંની ભૂકી,હળદર,મીઠું,ગરમ મસાલો,જીરું,તજ, સુકામરચાં,લવિંગ,બાદિયા,શુધ્ધ,ઘી વગેરનો ઉપયોગ કરી વઘાર કરવામાં આવ્યો હતો.ખીચડો તૈયાર થયા બાદ ફૂડ શાખા દ્વારા પ્રમાણિત કરી ગણપતિ મહારાજને પ્રસાદ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યો હતો.


આ ખીચડાનું વજન 1771 કિલો થયું હતું.ખીચડો બનાવતા 24 કલાક જેટલો સમય લાગ્યો હતો.ખીચડો ભગવાન ગજાનનને અર્પણ કર્યા બાદ પ્રસાદ સ્વરૂપે ભાવિકોને આપવામાં આવ્યો હતો.1771 કિલો વજનના ખીચડા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં દાવેદારી કરવામાં આવી હતી.ત્યારે ખીચડાને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતા આ ગ્રૂપ વધુ એક વખત ચમક્યું છે.

માટીના વાસણોમાંથી મૂર્તિનું નિર્માણ કરાશે

એઇટ વન્ડર્સ ગ્રૂપ દ્વારા આ વર્ષે પહેલાના સમયમાં ઉપયોગમાં લેવાતા માટીના વાસણોમાંથી મૂર્તિ બનાવામાં આવી રહી છે.જેમાં તાવડી,માટલાં,કોડિયા,નાંદ,તવા,ગોળાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધીના વર્લ્ડ રેકોર્ડ

- 2012માં 145 કિલો ભાખરી
- 2013માં 11111 લાડુ
- 2014માં 51 ફૂટની અગરબત્તી
- 2015માં ફિંગર પેન્ટિંગમાં ગણપતિની પ્રતિમા

X
ગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્રગીનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી