અનોખા સમૂહલગ્ન / પ્રભુતામાં પગલાં માંડે તે પૂર્વે દ્વારકામાં 14 યુગલોનું ઓટો રિક્ષામાં ફુલેકું નીકળ્યું

DivyaBhaskar.com | Updated - Feb 11, 2019, 12:32 PM
  X

  • ગુગળી બ્રાહ્મણ દ્વારા 50માં સમૂહલગ્નનું આયોજન થયું હતું

  દ્વારકા: સમસ્ત દ્વારકા ગુગળી બ્રાહ્મણ દ્વારા દ્વારકામાં દર વર્ષે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત રવિવારે દ્વારકામાં 50માં સમૂહલગ્નનું આયોજન થયું હતું. જગતમંદિરમાં પૂજા કરતા ગુગળી બ્રાહ્મણનાં સમૂહ લગ્નનું દ્વારકામાં પાંચ દાયકાથી આયોજન કરવામાં આવી રહ્યું છે. જે સમૂહ લગ્નમાં વરરાજા ભગવાન દ્વારકાધીશ જેવા શ્રૃંગાર ધારણ કરે છે જ્યારે કન્યા રૂક્ષ્મણીના સ્વરૂપમાં સોળે કળા સજીને મંડપમાં પ્રવેશે છે. રવિવારે 50માં સમૂહ લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન પૂર્વે 14 યુગલનું ઓટો રિક્ષામાં શહેરમાં ફુલેકું નીકળ્યું હતું. 

  ફૂલેકામાં હજારો બ્રાહ્મણો જોડાયા હતા

  1.

  ફુલેકામાં હજારો બ્રાહ્મણો જોડાયા હતા. પરંપરા મુજબ આ વર્ષે પણ મહાસુદ પાંચમના દિવસે સ્વામીનારાયણ મંદિરે સમૂહલગ્ન યોજાયા હતાં. સમૂહ લગ્નોત્સવમાં ઓખાથી મુંબઇ સુધીના તમામ જ્ઞાતિજનોને આમંત્રિત કરાયા હતાં. સમૂહ લગ્નોત્સવમાં ઓખાથી મુંબઇ સુધીના તમામ જ્ઞાતિજનોને આમંત્રિત કરાયા હતાં. જ્ઞાતિના પ્રમુખ અશ્વીન યજ્ઞેશભાઇ ઠાકર અને નારણભાઇ વાયડા અને સમાજે જહેમત ઉઠાવી હતી.

   

  (તસવીર: સુભાષસિંઘ લોહાનીવાલ, દ્વારકા)

  COMMENT

  Recommended

  પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
  Read In App