દ્વારકા જિલ્લાની 5775 બોટો સલામત પરત ફરી, દરિયાકિનારે બોટના ખડકલા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા: સમગ્ર ગુજરાતમાં અને દેશના  અન્ય ભાગોમાં ઓખી વાવાઝોડાએ હાહાકાર મચાવી દેતા ગુજરાતમાં તમામ બંદરે તમામ બોટોને કિનારે પરત ફરવા સુચના આપી દેવાઇ હતી.તેમજ ખલાસીઓને તાકિદે બોટ લઇ કિનારે પરત ફરવા તંત્ર દ્વારા આદેશ કરી દેવાયો હતો.જે અનુસંધાને ઓખા બંદરની 5775 જેટલી બોટો ઓખા દરિયાકિનારે સહિસલામત સાથે પરત ફરી છે.તેમજ તમામ ખલાસીઓ પણ સહીસલામત દરિયાની બહાર આવી ગયા છે. 


ઓખાની મહતમ બોટો દરિયામાં હતી.જેમાની 5775 જેટલી બોટો બુધવારે દરિયાકિનારે સહીસલામત પરિસ્થિતિમાં ખલાસીઓ સાથે પરત ફરતા પરિવારોમાં ખુશીની લાગણી છવાય હતી.તેમજ તમામ નાવિકો અને ખલાસીઓ તમામ સલામત સ્થળે પહોંચી ગયા હતાં.તથા કોઇ નુકશાન કે જાનીહાની વિના દરિયાકિનારે પરત ફરતા ખલાસીઓના પરિવારમાં ખુશી છવાઇ છે. જિલ્લા અધિક નિવાસી કલેક્ટર હિરેન વ્યાસે જણાવ્યું હતું કે,દ્વારકા જિલ્લાના ઓખા,દ્વારકા,વાડીનાર,નાવદ્રા,પોસીત્રા,સલાય સહિતના વિસ્તારોની કુલ 5775 જેટલી બોટો જુદા જુદા સ્થળો પર દરિયામાં અંદર હતી.

 

આ તમામ બોટોને સંદેશ મોકલીને  સમયસર પોતાના બંદરે અથવા નજીકના બંદરે સલામતી રીતે પહોંચી જવા સુચન કરાયું હતું. કોઇ અઘટીત ઘટના ન બને તે માટે હજુ બે દિવસ સુધી માછીમારી માટે પ્રતિબંધ છે.તેમજ માછીમારોને દરિયો ન ખેડવા સુચના અપાઇ છે.અને તમામ સ્થિતીની દેખરેખ બાદ જ માછીમારી માટે સ્વીકૃતિ આપવામાં આવશે. 

 

વાતાવરણ સામાન્ય થતા બે નંબરનું સિગ્નલ હટાવાશે : મેરીટાઇમ બોર્ડ

 

ગુજરાત મેરીટાઇમ બોર્ડના રાકેશ મિશ્રાએ જણાવ્યું હતું કે,બુધવારે વાતાવરણ શાંત પડ્યું છે.પરંતુ હજુ બે નંબરનું સિગ્નલ છે.તેમજ વાતાવરણ સામાન્ય થઇ જતા બે નંબરનું સિગ્નલ હટાવી લેવામાં આવશે.અને માછીમારોને દરિયો ખેડવા માટે સુચન અપાશે.

અન્ય સમાચારો પણ છે...