જામનગર: ફૂડ ડિપાર્ટમેન્ટના દરોડા, 400 કિલો કાર્બાઇડ સાથે 45 મણ કેરી જપ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: કાર્બાઇડરૂપી ઝેરી ભેળવેલી કેરીનો 45 મણથી વધુ જથ્થો જામનગરનાં એક ગોડાઉનમાં ઠલવાયો હોવાની બાતમી મનપાની ફૂડ શાખાએ પકડી પાડયા હતો. એક સાથે આટલી મોટી માત્રામાં ઝેરી કેરી પકડાયાની જામનગરની અત્યાર સુધીની આ પ્રથમ ઘટના છે. બદામ જાતની કેરીનો આ જથ્થો આંધ્રપ્રદેશ તરફથી આવ્યો હતો અને શહેરમાં સુભાષ માર્કેટ પાસે આ જથ્થો ઠલવાયો હોવાની બાતમીના આધારે ફૂડ શાખાના અધિકારીઓ ત્રાટકયા હતાં અને આ જથ્થાને મનપાએ પોતાના ડમ્પીંગ પોઇન્ટમાં લઇ નષ્ટ કરવામાં અાવ્યો હતો. જોકે અત્યાર સુધી 20 લાખ કિલો જથ્થાે તો નગરજનોને પધરાવાઇ ગયા બાદ તંત્રને શુરાતન ચઢયું છે.
- 400 કિલો કાર્બાઇડ સાથે 45 મણ કેરી જપ્ત
- દરોડા: 20 લાખ કિલો જથ્થો પધરાવાઇ ગયા બાદ તંત્રને શૂરાતન ચઢ્યું, હજુ અમુક ગોડાઉનો ઉપર તંત્રની મીઠી નજર રહે છે
- એક સપ્તાહ દરમિયાન 2579 કિલો ઝેરી કેરીનો નાશ કરવામાં આવ્યો
જામનગરના સુભાષ માર્કેટ પાસેના હસનઅલીના ગોડાઉનમાં કાર્બાઇડથી પકવેલી કેરીનો જથ્થો ઠલવાયો હોવાની બાતમી મનપાના ફૂડ ઇન્સ્પેકટર ઓડેદરાને મળતા સ્ટાફ સાથે આ ગોડાઉન પર ત્રાટકવામાં આવ્યા હતાં અને 900 કિલો ઝેરી કેરી પકડાવવામાં આવી હતી અને આ કેરીને પકવવા રાખેલો 400 કિલો કાર્બાઇડનો જથ્થો પણ પકડવામાં આવ્યો હતો અને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરી એસ્ટેટ શાખાની મદદથી હાપા પાસેના મનપાના ગોડાઉનમાં લઇ જઇ ડમ્પીંગ કરવામાં આવ્યું હતું. છેલ્લા એક સપ્તાહની કામગીરી દરમ્યાન 2579 કિલો ઝેરી ગણાતી કેરીનો નાશ કરાયો છે. હજુ આ દરોડાની કાર્યવાહી ચાલુ રહેશે તેવું જણાવ્યું હતું.
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરો અને વાંચો રસાયણયુક્ત પદાર્થથી કેરીનો જથ્થો પકવતા વેપારીઓની તરફેણ...
અન્ય સમાચારો પણ છે...