ઓખીની દહેશતથી ફેરીબોટ સર્વિસ બંધ કરાઇ, બેટ દ્વારકા વિખૂટું પડ્યું

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દ્વારકા: ઓખી વાવાઝોડાની ઓખાના દરિયા સુધી અસર થવાની દહેશત વર્તાઇ રહી છે જેના પગલે ઓખા-બેટ દ્વારકા વચ્ચેની ફેરીબોટ સર્વિસ બંધ કરી દેવાતા બેટ દ્વારકા વિખુટુ પડી ગયું હોય તેવી સ્થિતી સર્જાઇ છે. 


ઓખાથી બેટ દ્વારકા જવા માટે 200 જેટલી ફેરીબોટ ચાલે છે.ફેરીબોટ સર્વિસ બંધ કરાતા શ્રધ્ધાળુઓ તો બેટ દ્વારકા જઇ શકતા નથી પરંતુ બેટ દ્વારકામાં રહેતા પાંચ હજાર જેટલા લોકો વિખુટા પડી ગયા છે. બેટ દ્વારકામાં રહેલા લોકો દ્વારકા આવી શકતા નથી તેમજ ઘરેથી નીકળેલા લોકો પરત પોતાના ઘરે નહી જઇ શકતાં બેટદ્વારકાના રહીશોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. હવામાન ખાતા દ્વારા સબસલામતનો સંદેશો મળે નહી ત્યાં સુધી ફેરીબોટ સર્વિસ બંધ રખાશે તેવો તંત્ર દ્વારા નિર્દેશ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...