જામનગર જેલમાં ક્ષમતા કરતા 20 ટકા વધુ કેદીઓ, 466ની સામે 563 કેદીઓ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરઃ જામનગર જિલ્લા જેલમાં હાલમાં ટોટલ કાચા અને પાકા કામના કેદી તથા મહિલાઓ સહિત 563 કેદી સજા ભોગવી રહ્યા છે જિલ્લા જેલની ક્ષમતા હાલ માત્ર 466ની છે જયારે જેલમાં ક્ષમતા કરતા 20 ટકાથી વધારે કેદીઓની સમાવવામાં આવ્યા છે. જામનગરમાં જિલ્લા ફરિયાદ સમિતિના અનેક પ્રશ્નો રજુ કરવામાં આવ્યા હતાં જેમાંથી એક પ્રશ્ન કેદીઓનો ભરાવો પણ હતો જેલમાં કેદીઓનો 20 ટકાથી વધારે ભરાવો છે તો તંત્ર સમસ્યા નિવારવા શું કરશે ? તેવા અનેકવિધ પ્રશ્નો પુછાયા હતાં.
જામનગર જેલમાં તમામ પ્રકારની જરૂરી વ્યવસ્થાઓમાં તંત્ર ઊણું ઉતરે છે

હાલમાં જિલ્લા જેલમાં કાચા કામના કેદીઓની સંખ્યા 515 છે જયારે પાકા કામના કેદીઓની સંખ્યા 22 છે અને અટકાયતી કેદીઓની સંખ્યા 26 થઇને ટોટલ 563 જેવી થાય છે જયારે ક્ષમતા માત્ર 456 હોવાના કારણે વધારાના કેદીઓનું શું ? તે શો મણનો પ્રશ્ન છે.
14 વર્ષ પૂર્ણ કરેલા કેદીઓની સંખ્યા 8 જેમને હજી છોડ્યા નથી

જેલમાં મહિલા કેદીઓ સજા ભોગવી રહી છે જેની સંખ્યા 18 છે જેમાં બે મહિલાને બાળક પણ છે જેની ઉંમર અંદાજીત અઢી વર્ષ અને બીજી મહિલાને 5 માસનો પુત્ર છે, જેલમાં બે બાળકોના ભવિષ્યનું શું માટે જેલ શું તકેદારી રાખે છે અથવા ભવિષ્યમાં બાળકો જેલમુકત થાય તેની વિધી જેલ પ્રશાસન દ્વારા શું કરવામાં આવશે તે પણ યજ્ઞ પ્રશ્ન છે. વર્ષ 2013 પહેલા આજીવન કેદ પામેલા કેદીઓને સીઆરપીસી 433 મુજબ 14 વર્ષ સજા ભોગવી લીધી હોય તો છોડી મુકવામાં આવતા હતાં પરંતુ હાલ લાભ સુપ્રિમ કોર્ટ દ્વારા સ્થગિત કરાયેલ છે તેથી 14 વર્ષ પૂર્ણ કરેલા કેદીઓની સંખ્યા 8 છે.
પોલીસના સ્ટાફની પણ 30 ટકાથી વધુ ઘટ છે

કાચા અને પાકા કામના કેદીઓને મહત્મ 800 રૂપિયા સગાવ્હાલા તરફથી આપી શકાય છે જેલ પ્રશાસનને એક કેદી દીઠ મહત્મ 40 રૂપિયા પ્રતિદિનનો ખર્ચ થતો હોય છે. સૌથી મહત્વની બાબત છે કે અત્યારે જેલની સુરક્ષા માટે મંજુર થયેલ મહેકમ 100ની છે જયારે અત્યારે 200માંથી 31 જગ્યા ખાલી છે તેનાે મતલબએ થયાે કે એકતો જેલમાં 20 ટકા કેદીઓનો વધારો છે. ત્યારે પોલીસના સ્ટાફની પણ 30 ટકાથી વધુ ઘટ છે અવાર-નવાર જેલમાં મોબાઇલ, સીમકાર્ડ વગેરે જપ્ત કરાતા હોય છે તે અનુસંધાને જેલ પ્રશાંસને જેલની અંદર થતા ગુના રોકવા વહેલી તકે મહેકમ ભરવાની જરૂર છે. એક બાળકનો જન્મ તો જેલમાં થયો હતો.

સજાભોગવતી બે મહિલાઓ સાથે નવજાત શીશુ પણ સજા ભોગવી રહ્યું છે 302ના કેસમાં બે મહિલાઓ સજા ભોગવી રહી છે બન્ને એક લગભગ 2.5 વર્ષ અને એક મહિલા કેદીના બાળકનો જન્મ તો જેલમાં થયો છે તેની અંદાજીત ઉમર 7 માસ જેટલી જેલર દ્વારા વિગત આપતા જણાવાયું હતું.
31 જવાનોની જરૂરત

જેલની સુરક્ષા માટે 100 મહેકમ મંજુર કરાઇ હતી તે હાલમાં માત્ર 69 પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે વધારાના કેદીઓને સાચવવામાં પોલીસને પણ તકલીફ પડી રહી છે.
અન્ય સમાચારો પણ છે...