તંત્રની બેદરકારીથી મલેરિયામાં 100 % વધારો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર: મેઘમહેર બાદ શહેરમાં હજુ પણ અનેક સ્થળોએ પાણીના ખાબોચીયા ભરાયા છે, અનેક સ્થળે કિચડના ગંજ જામ્યા છે જેને કારણે વહાક જન્ય રોગો ફાટી નીકળ્યા છે. મેલેરીયાએ માઝા મુકી છે ગત વર્ષ કરતા મેલેરીયાના કેસમાં 100 ટકા વધારો થયો છે અને અન્ય રોગોના પણ વધારાથી ઘરે ઘરે માંદગીના ખાટલા મંડાયા છે.  

 જામનગર શહેરમાં ઠેર-ઠેર ગંદકીના ગંજ જામ્યા છે. મહાનગર પાલિકા દ્વારા સફાઇ કામગીરી અંગેના  બણંગા ફુંકવામાં આવી રહ્યા છે પરંતુ વાસ્તવિક્તા કંઇક જુદી જ છે, જેને કારણે શહેરમાં રોગચાળાએ માઝા મુકી છે. ગત જાન્યુઆરી મહિનાથી ઓગષ્ટ મહિના સુધીમાં ચિકન ગુનીયાના 4 કેસ નોંધાયા હતા, મેલેરીરયાના 16 અને ડેંગ્યુના 41 કેસ નોંધાયા હતા. વર્ષ 2015માં મેલેરીયાના 8 કેસ નોંધાયા હતા, જેની સમે ચાલુ વર્ષે આ આંક ડબલ થઇ જતાં લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો છે. ઝાડા-ઉલ્ટીના કેસ સતત વધી રહ્યા છે.

 જામનગર મહાનગર પાલિકાના આરોગ્ય અધિકારી ગોરીએ જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેને કારણે મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે. જે વિસ્તારમાં ચિકનગુનીયા, મેલેરીયા કે ડેંગ્યુના કેસ બહાર આવ્યા છે તે વિસ્તારોમાં આરોગ્યની ટીમે પહોંચીને જરૂરી કાર્યવાહી કરી રોગચાળાને કાબુમાં લેવાના પ્રયાસો કર્યા છે. જામનગરના આરોગ્ય તંત્રના દાવા સામે વાસ્તવિક્તા કંઇક જુદી હોવાથી શહેરીજનોમાં મહાનગર પાલિકા તંત્ર સામે રોષ ભભુુક્યો છે.
 
વધુ તસવીરો જોવા માટે આગળની સ્લાઇડ્સ પર ક્લિક કરો.
અન્ય સમાચારો પણ છે...