• Gujarati News
  • ખંભાળિયા પાસે ટેન્કર અડફેટે બાઇકસવાર યુવાનનું મૃત્યુ

ખંભાળિયા પાસે ટેન્કર અડફેટે બાઇકસવાર યુવાનનું મૃત્યુ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સર્જી, ટેન્કરચાલક ટેન્કર મુકીને નાશી ગયાનું જાહેર થયું છે. આ અંગે રામાભાઇ રાજશીભાઇ ચુડાસમાની ફરિયાદ પરથી અહીંના સેકન્ડ પીએસઆઇ જે.કે. મૈયડે આઇપીસી કલમ-૨૭૯,૩૦૪ (અ), એમ.વી. એકટની કલમો હેઠળ ગુનો નોંધી, ટેન્કર ચાલકની શોધખોળ હાથ ધરી છે.
માંઝા ગામ પાસે જયારે આ અકસ્માત સર્જાયો ત્યારે તુરંત જ આજુબાજુમાંથી લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતાં અને તુરંત જ ૧૦૮ને પણ જાણ કરી હતી અને લોહી લુહાણ હાલતમાં મોટરસાયકલ ચાલકને ખંભાળિયા હોસ્પિટલે પહોચાડવામાં આવ્યા હતાં. તે દરમ્યાન ટેન્કર ચાલક જેને બેદરકારીથી બેફામ રીતે ટેન્કર ચલાવીને આ જીવલેણ અકસ્માત સર્જાયો તેને લોકોનો મીજાજ પારખીને ટેન્કરમાંથી ઉતરીને મુંઢીઓ વાળી હતી જોકે, આ અંગે પોલીસે તેની શોધખોળ આદરી છે.
ટ્રક અડફેટે યુવાન ઘવાયો
ખંભાળિયા-જામનગર હાઇવે પર એસ્સાર કંપનીમાં કામ કરતા લાલપુર તાલુકાના ઝાખર ગામના મહિપતસિંહ નવલસિંહ જાડેજા નામના ૨૩ વર્ષના યુવાનને જીજે-૬-એસટી-૩૭૦૫ નંબરના ટ્રકે હડફેટે લઇ પછાડી તેના ડાબા પગ ઉપર વ્હીલ ચડાવી દેતા મહિપતસિંહને પગમાં ફ્રેકચર સહિતની ઇજાઓ થયાની ફરિયાદ પોલીસ દફતરમાં નોંધાયેલ છે.