• Gujarati News
  • બાળકોનો ફ્રી નિદાન કેમ્પ

બાળકોનો ફ્રી નિદાન કેમ્પ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકોનો ફ્રી નિદાન કેમ્પ
જામનગર ઓશવાળ હોસ્પિટલ જામનગર ખાતે તા.૨૮ના બુધવારે નવજાત બાળક તથા બિમાર, નબળા કે બાળરોગી બાળકો માટી ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવેલ છે. આ કેમ્પમાં ડો. કલ્પેશ એસ. મકવાણા એમ.ડી. (પિડિયાટ્રીકસ) પોતાની સેવા આપશે. સવારે ૯ થી ૧ વાગ્યા સુધીનો રહેશે. જેનો જરૂરમંત દર્દીઓએ લાભ લેવા યાદીમાં જણાવે છે. ઉલ્લેખનીય છેકે, ગત સપ્તાહમાં પણ ઓશવાળ હોસ્પિટલ દ્વારા બાળકોની સારવાર અને નિદાન માટે કેમ્પ યોજવામાં આવ્યો હતેા જેમાં નોંધપાત્ર સંખ્યામાં વાલીઓએ પોતાના બાળકો માટે લાભ લીધો હતો.
મોટી ખાવડીમાં બેંક ગ્રાહકોનું સંમેલન
જામનગર સિન્ડીકેટ બેંકની મોટીખાવડી શાખા ગ્રાહક સંમેલન યોજવામાં આવેલ હતું. જેમાં શાખાના કર્મચારી રાજેશ મહેતાએ ગ્રાહકોનું ઉષ્માપૂર્વક સ્વાગત કર્યું હતું. ત્યારબાદ અધિકારી જસ્મીન બદાણીએ બેંકની પ્રગતિ અને બંકની ભવિષ્યની રૂપરેખા વિશે માહિતી આપેલ હતી તેમજ ગ્રાહકોને ઉતમ સેવાઓ પુરી પાડવા અને ગ્રાહક સેવા અંગે કોઇ મુશ્કેલી હોય તો તે દૂર કરવા અંગે ખાતરી આપેલ હતી. અંતમાં અરૂણ વાઢેરે આભારવિધિ કરી હતી. આ ગ્રાહક સંમેલનને સફળ બનાવવા શોભના મહેતા, કૌશીક પરમારે જહેમત ઉઠાવી હતી.
ન્યૂઝ ઇનબોકસ