• Gujarati News
  • સફાઇ કામગીરી ઉપર કેમેરાની વોચ

સફાઇ કામગીરી ઉપર કેમેરાની વોચ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરના ૧૯ વોર્ડના વિસ્તારોમાં પણ નિયમિત સફાઇ થતી ન હોવાથી ઠેર-ઠેર ગંદકી કચરા જોવા મળે છે અને નાગરિકો ત્રાસ અનુભવે છે. ત્યારે નવા ઉમેરાયેલા વિસ્તારોમાં તો શું થશે ? તેવા અહેવાલ તથા રોજની એકસોથી વધુ ફરિયાદોના રેકર્ડ જોઇ ચોંકી ઉઠેલા મેયર એ નીંભર તંત્રને ઢંઢોળવા તાકીદની મીટીંગ કરી હતી. સોલીડ વેસ્ટ ડીપાર્ટમેન્ટની આ અંગેની જવાબદારીઓ ફીકસ કરાઇ છે. છતાં મેયરે સફાઇ જેવી રોજ કરવાની કામગીરી માટે પણ મેદાનમાં ઉતરવું પડયું છે તેમણે નિયમિત સફાઇ કરાવવાની તથા રોડ ઉપર કચરા ઢોળાય નહી, ગટરો બ્લોક ન રહે તેને લગતી તાકીદ કરતા નીંભર તંત્ર ઢંઢોળાયુ છે અને કામગીરીમાં લાગ્યુ છે, આ અસર દુરગામી રહે છે કે ાણીક તે હવે જોવાનું છે. ખાસ કરીને સફાઇ કામગીરીનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરાવવાનું રહેશે. કેમ કે, સ્વરછતા ન જળવાતા ઉભી થતી ફરિયાદો એ માજા મુકી છે.
નગરમાં હાલના આ ¼શ્યો લગભગ રોજના થઇ ગયા છે, જેની નિયમિત સફાઇ કરવી જરૂરી છે માટે હવે તાકીદ કરાઇ છે.
પ્રી-મોન્સૂન કામગીરી તાત્કાલિક પૂરી કરવી પડશે
પ્રિ-મોન્સુન કામગીરી તાત્કાલીક સમયસર પૂર્ણ કરાવવી. તેમજ ફીડીંગ કેનાલો વર્ષમાં બે વખત સાફ કરવી જોઇએ. તેમજ વરસાદી સીઝનમાં જરૂરિયાત મુજબના સાધનો, દવાઓ, વગેરે વોર્ડ ઓફીસમાં રાખવા, જામનગર શહેરનું મહીનાનું સફાઇ અંગેનું શેડયુલ નકકી કરીને ચેકીંગ રીપોર્ટ એએસઆઇ તથા ઝોનલ ઓફીસરની સહી સાથે તેમજ કામદારોની કામગીરી અને એકસન રીપોર્ટ, સાથે દર ૧૫ દિવસે સ્ટે. કમિટીમાં તથા મેયરને મોકલી આપવાનો રહેશે. દરબારગઢ, બર્ધનચોક, મરછીપીઠ, કેવલીયાવાડી, મુળજી જેઠાની ધર્મશાળાવાળી શેરી, ખીજડા મંદિરવાળી કેનાલ, મહાવીર પાર્ક, સાધના કોલોની વગેરે જગ્યાએ ગટરો છલકાવા અંગે તથા દાવડા મેડીકલવાળી કેનાલ સીલ્ટીંગ રેગ્યુલર સફાઇ કરાવવા સૂચના આપવામાં આવી છે. કેમ કે, કેનાલ સફાઇ થાય તો જ સંતોષકારક રીતે પ્રિમોન્સુન કામગીરી થઇ ગણાશે.
રોજે રોજ સફાઇનો રિપોર્ટ આપવા સૂચનાઓ
ગેરહાજર રહેતા કે કામમાં બેદરકાર રહેતા સફાઇ કામદારો સામે ધોરણસર પગલાં લેવા, કોન્ટ્રાકટરો સામે ધોરણસર કાર્યવાહી કરવાની રહેશે. શહેરમાં જે તે વિસ્તારો, શેરી-ગલ્લાઓમાં ગટરો બ્લોક થઇ જવી કે ગટરો તુટી જવા અંગેના એસએસઆઇ ઝોનલ ઓફીસરના રીપોટર્ોઅન્વયે સીવીલ શાખાએ આનુસંગીક કાર્યવાહી કરવી. હોટલો, દુકાનદારો ગટરમાં કે જાહેરમાં કચરો નાખતા હોય તેમની સામે ધોરણસર કાર્યવાહી કરીને દંડ વસ