• Gujarati News
  • સુવર્ણકાર મંડળમાં પારિતોષિક

સુવર્ણકાર મંડળમાં પારિતોષિક

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુવર્ણકાર મંડળમાં પારિતોષિક

જામનગર|શહેરમાંવિશા શ્રીમાળી સુવર્ણકાર સેવા મંડળ દ્વારા તા.૧૪ને રવિવારે સાંજે વાગ્યે વિશા શ્રીમાળી સોની સમાજની વાડી, દ્વારકાપુરી રોડ, જામનગર ખાતે ૪૨મો પારિતોષિક વિતરણ સમારંભ યોજાશે. તથા પ્રમુખ જયસુખલાલ પારેખ, મહંત દેવપ્રસાદજીની ઉપસ્થિતિમાં ધીરજલાલ ઝીંઝુવાડિયાના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં ધો.૧ થી માંડી હાઇસ્કૂલ કોલેજના વિદ્યાર્થીઓનું સન્માન વિશેષ યોગ્યતા વાળા યુવક-યુવતિઓ સહિ‌તનું સન્માન થશે.

પુન: લગ્ન પસંદગી સંમેલન

જામનગર|જીવનમાં એકવાર જીવનસાથીની પસંદગીમાં ભૂલ કરી હોય અથવા કુદરતે જુદા પાડયા હોય તો જીવનમાંથી એકલતા, નિરસતા દૂર કરવાના આશયથી પુન: લગ્ન કરવા માટે અનુબંધન ફાઉન્ડેશન દ્વારા ગુજરાત, મુંબઇના ડિર્વોસી, વિધવા-વિધુર ૨૦૦૦થી વધારે ઉમેદવારો માટે જીવનસાથી પસંદગી મેળાનું સ્પેશ્યલ આયોજન તા.૨૧ના રવિવારના બપોરે ૧૩ કલાકે ટાગોર હોલ, એનઆઇડી સામે, સરદાર બ્રીજ, પાલડી-અમદાવાદ મુકામે કરવામાં આવ્યું છે.

સમૂહ લગ્નોત્સવ

જામનગર|કમલેશ સોઢા ફાઉન્ડેશન સંચાલિત સમુહ લગ્ન સમિતિ દ્વારા ખવાસ જ્ઞાતિના લગ્ન ઇચ્છુક વ્યકિતઓ માટે આગામી તા.૭-૧૨ના ગુલાબનગર રોડ, રાજપાર્ક સામે, રિલાયન્સ પેટ્રોલપંપ સામે યોજવામાં આવ્યા છે. સમુહ લગ્નમાં ભાગ લેવા ઇચ્છતા લોકોએ ચામુંડા સાયકલ સ્ર્ટોસ, લીમડાલાઇન, જામનગર ખાતેથી ફોર્મ મેળવી તા.૧પ-૧૧ સુધીમાં પરત કરવાના રહેશે. સમુહ લગ્નમાં ૨૧ યુગલોનો વહેલા તે પહેલાના ધોરણે સમાવેશ કરવામાં આવશે. તેમ સમુહ લગ્ન સમિતિના ચેરમેન શાંતિલાલ ચાવડાની યાદી જણાવે છે.

છીપા -વાંઝા જ્ઞાતિમાં સમૂહલગ્ન

જામનગર|છીપા-વાંઝા જ્ઞાતિ સમસ્ત, જામનગર દ્વારા સમસ્ત વાંઝા જ્ઞાતિના સભ્યો માટે તા. ૨૮ નવેમ્બરના રોજ પાંચમાં સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. તેથી જે યુગલો (નવદંપતિ) સમુહલગ્નમાં નોંધણી કરાવવા માંગતા હોય તેમના વાલીઓએ તા.૨૦ ઓકટો. સુધીમાં ભગવાનજીભાઇ વલ્લભદાસ માંડલીયા-શ્રેયસ ટેઇલર, ખોડિયાર કોલોની, એરોડ્રામ રોડ જામનગર ખાતે સંપર્ક કરવો.

દરવેશ તારે દ્વાર વિશે વકતવ્ય

જામનગર|ગુજરાત બિરાદરીના ઉપક્રમે તા.૧૪ને રવિવારે સાંજે વાગ્યે દર્શન કલાસ, પટેલ કોલોની રોડ નં. ૪માં કવિ ચંદ્રેશ શાહ નગરના ખ્યાનામ કવિ હરકિસશનભાઇ જોશીના કાવ્યસંગ્રહ દરવેશ તારે દ્વારે વિશે વકતવ્ય આપશે. િબરાદરી દ્વારા રીતે વારંવાર સાિહત્યના વકતવ્યો યોજાતા રહે છે.

વાટલિયા પ્રજાપતિ સમાજ જોગ