• Gujarati News
  • જામનગર શહેરના અનેક ઐિતહાિસક સંભારણા અને નજરાણા સમાન રાજાશાહી વખતના

જામનગર શહેરના અનેક ઐિતહાિસક સંભારણા અને નજરાણા સમાન રાજાશાહી વખતના

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગર શહેરના અનેક ઐિતહાિસક સંભારણા અને નજરાણા સમાન રાજાશાહી વખતના બાંધકામો છે, જે ઇમારતોને જોતો બુલંદ ઇરાદાઓની ઝાંખી થયા વગર રહેતી નથી આવી ઐિતહાિસક ઇમારતોની સામે કોઇ નજર ઉપાડીને પણ જુએ તો તંત્ર જરાય શાંખી લેતું નથી તેનો પુરાવો ગતમધરાત્રે મળી ગયો હતો. જામનગરની મધ્યમાં આવેલા રાજવી પેલેસમાં ચોર ધૂસ્યાની શંકાથી દોડધામ થઇ હતી જોકે બાદમાં સબસલામત જાહેર કરાયું હતું. શહેરમાં આવેલા જામશત્રુશલ્યસિંહજીના પ્રતાપ વિલાસ પેલેસના સીકયોરીટીમેનએ પોલીસને જાણ કરી હતી કે ગત મધરાતે બાર વાગ્યાના અરસામાં કોઇ દિવાલ કુદીને અંદર ગયું છે. જાણ થતા તુરંત પોલીસની ટીમો પેલેસ દોડી ગઇ હતી અને પેલેસની એન્ટ્રીથી માંડી સમગ્ર કમ્પાઉન્ડમાં તથા દરવાજાઓની ચકાસણી કરી હતી પરંતુ કંઇ શંકાસ્પદ લાગ્યું હતું કે કોઇ દરવાજા કે બારી ખોલવાના પ્રયાસ થયાનું જણાઇ આવ્યું હતું અને તંત્રએ પણ હાશકારો અનુભવ્યો હતો. / તસવીર: હિ‌રેન હિ‌રપરા

પેલેસમાં ચોર ઘૂસ્યાની શંકાથી દોડધામ