• Gujarati News
  • ખાધતેલ બજારમાં મંદીનો માહોલ

ખાધતેલ બજારમાં મંદીનો માહોલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીની લાંબી રજા બાદ ઉઘડતી બજારે ખાધતેલના ભાવમાં જોરદાર મંદીતરફી ચાલ જોવા મળી હતી. વિશ્વબજારમાં પામ અને સોયાના ભાવમાં કડાકો અને સ્થાનિકમાં ધીમી ઘરાકી વરચે પાંચ દિવસની રજા બાદ પામોલિનમાં રૂ.૫૦, કપાસિયા તેલમાં રૂ.૨૦ અને કોર્ન ઓઇલમાં રૂ.૧૦ સુધીનો ભાવઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિકમાં કપાસિયા તેલમાં ૧૦-૧૫ ટેન્કર અને સિંગતેલમાં ૪-૫ ટેન્કરના કામકાજ હતા. પામોલિન રૂ.૫૦ ઘટી રૂ.૯૦૦, કપાસિયા વોશ રૂ.૧૨ ઘટી રૂ.૫૯૦-૫૯૩, કપાસિયા ટીન રૂ.૨૦ ઘટી રૂ.૧૦૬૦-૧૦૮૦ અને કોર્ન ઓઇલ રૂ.૧૦ ઘટી રૂ.૧૦૪૦ની સપાટીએ જોવા મળ્યું હતું. સિંગતેલ લુઝ રૂ.પાંચ ઘટી રૂ.૭૪૦-૭૪૫, તેલિયા રૂ.૭ ઘટી રૂ.૧૧૫૮-૧૧૫૯ અને નવા ટીન ૧૫ કિલો રૂ.૧૩૫૦-૧૩૫૫ના ભાવે પહોંરયું હતું. જામનગર ખાતે રૂ.૬૭૦-૭૨૫ના ભાવે મગફળીના કામકાજ થયા હતા. મલેશિયા પામ વાયદો ઘટીને પાંચ વર્ષની નીચી સપાટીએ જોવા મળ્યો હતો. વિશ્વબજારમાં ક્રૂડ, સોયાબીન અને સોયા ઓઇલના ભાવ તૂટી જતાં વાયદા પર તેની અસર જોવા મળી હતી
એરંડા વાયદો ધીમા સુધારા સાથે બંધ
સ્થાનિક એરંડા વાયદો સામાન્ય સુધારા સાથે બંધ આવ્યો હતો. ગુજરાતમાં ૧૮,૦૦૦-૨૦,૦૦૦ ગુણી એરંડાની આવક હતી. સૌરાષ્ટ્રના અડધોઅડધ યાર્ડ બંધ રહેતા ખાસ આવક થઇ ન હતી. રાજકોટ કોમોડિટી એકસચેન્જ ખાતે એરંડા સપ્ટેમ્બર વાયદો રૂ.પાંચ વધી ૪૨૨૩ના સ્તરે હતો. દિવેલ રૂ.પાંચ વધી રૂ.૮૪૫ની સપાટીએ હતું.
સાવરકુંડલા યાર્ડમાં નવા કપાસની આવક
સૌરાષ્ટ્રમાં કપાસનો આગોતરો પાક તૈયાર થઇ રાો છે. આજે સાવરકુંડલા યાર્ડમાં ૮-૯ મણ નવો કપાસ આવ્યો હતો અને રૂ.૮૦૦ના ભાવ બોલાયા હતા. ધીમી આવકની સામે લેવાલી મર્યાદિત રહેતા હાજર બજાર ટકેલું હતું જયારે વાયદાકીય સુધારો હતો. રૂમાં સારા માલના રૂ.૪૦,૦૦૦, બી ગ્રેડ માલના રૂ.૩૭,૦૦૦-૩૮,૦૦૦ અને હલકા માલના રૂ.૩૩,૦૦૦-૩૫,૦૦૦ સુધીના ભાવ જોવા મળ્યા હતા. કપાસમાં ગામડાંના કપાસના રૂ.૧૦૦૦ અને જિન ડિલિવરીના રૂ.૧૦૨૫ના ભાવ હતા. દેશમાં ૫,૦૦૦-૬,૦૦૦ ગાંસડી અને ગુજરાતમાં ૨,૦૦૦-૨,૫૦૦ ગાંસડી કપાસની આવક હતી. સાઇડ બજારમાં કપાસિયા રૂ.૪૩૦-૪૪૫, કડી ખોળ રૂ.૧૧૦૦ અને લોકલ ખોળના રૂ.૯૬૦-૯૬૫ના ભાવ જોવાયા હતા.