• Gujarati News
  • એરફોર્સ કર્મચારી દારૂ સાથે પકડાયો

એરફોર્સ કર્મચારી દારૂ સાથે પકડાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાંએરફોર્સનો કર્મચારી ખાનગી ભાડાના મકાનમાંથી દારૂ સાથે પોલીસે ઝડપી લેતાં ચકચાર મચી જવા પામી છે.

બનાવની જાણવા મળતી િવગત અનુસાર જામનગરમાં દિગ્જામ સર્કલથી આગળ ડીફેન્સ કોલોનીમાં રહેતા મુળ ઉતરપ્રદેશના વતની એવા એરફોર્સ કર્મચારી આનંદકુમાર દુસાસંગસિંગ પોતાના ભાડાના મકાનમાં દારૂ રાખે છે તેવી બાતમીના આધારે એલસીબીએ દરોડો પાડતા તેના ઘરમાંથી 63 બોટલ ઇંગ્લીશ દારૂ અને લુઝ દારૂ 10 લીટર મળી રૂ.30200નો મુદામાલ કબ્જે કરી તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેની સામે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો.