ન્યૂઝ ઇન બોક્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન્યૂઝ ઇન બોક્સ
સરકારી કોલોનીમાં ગણેશ ઉત્સવ
જામનગર|શહેરમાં પ્રદર્શન ગ્રાઉન્ડ પાસે સરકારી વસાહત કોલોનીમાં ગણેશ ઉત્સવ દરમિયાન સરકારી વસાહત કર્મચારી મંડળ દ્વારા છેલ્લા પાંચ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવવામાં આવે છે. જેમાં ગણપતિજીને ૧૦૮ દિવાની આરતી કરી હતી. જેમાં શૃંગાર કર્યો હતો. ત્યારબાદ પ્રસાદીનું વિતરણ કરાયુ હતું. જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભકતોએ મહાઆરતીનો લાભ લીધો હતો.
જામનગરમાં દંત ફ્રી નિદાન કેમ્પ
જામનગર|શહેર અને જિલ્લાના દાંતના તકલીફવાળાઓ માટે ઓશવાળ હોસ્પિટલ દ્વારા તા.૧૨-૯ને શુક્રવારે સવારે ૧૦ થી બપોરે વાગ્યા સુધી ઓશવાળ હોસ્પિટલના ઓપીડી હોલમાં, જામનગર શહેર અને જિલ્લાના દાંતના દર્દીઓ માટે વ્યવસ્થા છે.
છરી તલવાર સાથે શખ્સો ઝડપાયા
જામનગર|એલસીબી સ્ટાફ દ્વારા ગેરકાયદેસર રીતે પોતાની પાસે છરી, તલવાર, લાકડીના ધોકા વગેરે પોતાની સાથે રાખી શહેરમાં અસામાજિક પ્રવૃતિ ફેલાવાના ઇરાદાથી નીકળેલા ઇસ્મોને ઝડપી લીધા હતા. કામગીરી દરમિયાન શખ્સોને પકડી પાડવામાં આવ્યા હતાં અને નાઇટ પેટ્રોલીંગ દરમ્યાન મિલકત વિરૂધ્ધ ગુન્હો કરવાના ઇરાદાવાળા અને પુછપરછ કરી અટક કરી હતી.
લાયન્સની કામગીરી બિરદાવાઇ
જામનગર|લાયન્સ સેવાકીય પ્રવૃતિઓ માટે ડિસ્ટ્રીકટ ગવર્નર એમજેએફ લાયન ભૂપતસિંહજી જાડેજા દ્વારા રાજકોટ મુકામે કલબને કુલ ૧૬ એર્વોડ આપી સન્માનિત થયા હતા. પ્રસંગે કલબના ગૌરવ એવા એમજેએફ ડો. સંઘવીને સેવાકીય પ્રવૃતિઓ માટે લાઇફ ટાઇમ એચીવમેન્ટ એર્વોડ લાયન અરૂણાબેન ઓશવાલ અને લા. ભૂપતસિંહ જાડેજા દ્વારા સન્માનિત કરાયા હતાં.
કોલેજમાં જ્ઞાનધારા સ્પર્ધાઓ
જામનગર|મહાનગરપાલિકા દ્વારા સંચાલિત વી.એમ. મહેતા મ્યુનિ. કોલેજમાં જ્ઞાન સપ્તાહનાં અનુસંધાને જ્ઞાનધારામાં તા.૧-૯ તથા ૨-૯ના રોજ વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વકૃતત્વ, શીધ્ર વકૃતત્વ, સુલેખન નિબંધ, કવીઝ-ડિબેટ જેવી સ્પર્ધાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સ્પર્ધા માટે પ્રિ. ડો. જી.બી. સિંહે તેમજ પ્રાધ્યાપકગણો હાજર રહ્યા હતાં.
જિ. પં. કર્મચારીને ભેટ મોકલાઇ
જામનગર|જિલ્લા પંચાયત કર્મચારી નગર નિર્માણ કો. ઓપ. હાઉસીંગ સોસાયટી લી તથા મહાલક્ષ્મી કર્મચારીઓની ધીરાણ અને ગ્રાહક સહકારી મંડળી લી. બન્ને મંડળીના તમામ સભાસદોને વર્ષ 13-14 માટે ભેટ અને વાર્ષિ‌ક સાધારણ સભાનો અહેવાલ રવાના કરવામાં આવ્યો છે. તા. 5 સુધીમાં જો ભેટ મળી હાેય તો સોસાયટીનો સંપર્ક કર