બ્યુટીિફકેશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
^ હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિ‌તની અરજી અંગે 6 ઓક્ટોબરે સુનાવણી
ભાસ્કરન્યૂઝ. જામનગર
જામનગરમહાનગરપાલિકા દ્વારા શહેરની મધ્યમાં આવેલા તળાવની ફરતે બ્યુટીફિકેશનનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. તે પ્રોજેકટ અટકાવવા માટે ગુજરાત હાઇર્કોટમાં પી.આઇ.એલ. કરવામાં આવી હતી. જેમાં ગત તા.૨૦ના ગુજરાત હાઇર્કોટે મનાઇ હુકમ આપ્યો હતો. અને તા.૧૦ સપ્ટે.ના વધુ સુનાવણીની મુદત રાખી હતી. તે અંતર્ગત ૧૦ સપ્ટે.ના ફરીથી ઓકટોબરની મુદત પડી છે.
\\\'જામનગરની મધ્યમાં આવેલા ઐતિહાસિક તળાવની પાળ ઉપર હાલ બ્યુટીફિકેશનની કામગીરીના રૂા. ૩૮ કરોડના પ્રોજેકટનો ધમધમાટ જામનગર મહાનગરપાલિકા દ્વારા ગત ડીસેમ્બરથી શરૂ થયો હતો. કામગીરી સામે માર્ચ મહિ‌નાના બીજા સપ્તાહમાં થતાં જામનગરની ઇન્ટેક સંસ્થાએ હાઇર્કોટમાં પીઆઇએલ કરી પ્રોજેકટથી પર્યાવરણને નુકશાન થવાની ભીતી સહિ‌તના કારણો દર્શાવીને પ્રોજેકટ રોકવા માટેની દાદ સહિ‌તની માંગણી કરે હતી. જયારે બીજી તરફ ર્કોપોરેશન દ્વારા હાઇર્કોટના આદેશ અનુસાર ખુલાસા રૂપે ત્યારબાદની મુદતમાં સોગંદનામુ રજૂ કરવામાં આવ્યું હતું. જામનગરના લાખોટા તળાવ(રણમલ તળાવ)ના બ્યુટીફિકેશનના નામે પર્યાવરણને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપ સાથે હાઈર્કોટમાં જાહેર હિ‌તની અરજી કરાઈ હતી. પીઆઇએલ સંદર્ભે જુદી જુદી મુદત પડી હતી અને વેકેશન બાદ જુન મહીનામાં અંગે સુનાવણી આગળ ચાલી હતી. જેમાં તા. ૨૦ ઓગષ્ટના પ્રોજેકટ સામે ગુજરાત હાઇર્કોટે મનાઇ હુકમ આપ્યો હોવાથી ત્યારથી પ્રોજેકટ અન્વયેનું કામ બંધ કરી દેવાયુ હતું. ઇન્ટેકની સાથે રણમલ તળાવ બચાવ અભિયાન સમિતિ તથા કલ્પેશ આશાણી એમ ત્રણ પીટીશનરોની સાથે અરજી ચાલે છે. ૧૦ સપ્ટેમ્બરની મુદત વખતે રાજયના પર્યાવરણે તેનો રીપોર્ટ રજૂ કરવાનો હતો તે રજૂ થયો નથી.
પ્રોજેક્ટનું 42 ટકા કામ પૂર્ણ
ગતતા.૧૯ડિસેમ્બર -૨૦૧૩ના પ્રોજેકટનું ખાતમુર્હુત થયુ હતું. ત્યારે પ્રોજેકટની રકમ રૂા.૩૩.૮૨ કરોડની હતી. હાલ 42 ટકા કામ પૂર્ણ થયું હતું.
તળાવ પ્રોજેક્ટમાં વધુ એક મુદ્દત પડી
બુધવારની મુદ્દત બાદ હવે 1 ઓક્ટોબર સુધી મનાઇ હુકમ યથાવત ્રહ્યો