• Gujarati News
  • ખંભાળિયામાં મહિ‌લાનો આપઘાત

ખંભાળિયામાં મહિ‌લાનો આપઘાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખંભાળિયાગામમાં એક પરણિત મહિ‌લાએ ગળાફાસો ખાઇ લેતા અરેરાટી વ્યાપી જવા પામી છે. ખંભાળિયા ગામના યોગેશ્વરનગરમાં મનોજભાઇ જમનાદાસ દાવડાના ઘરમાં હજુ પંદર દિવસ પહેલા ભાડે રહેવા આવેલા જૈનમબેન નામના ૩૬ વર્ષીય મહિ‌લાએ ગળાફાસો ખાઇ જીવનનો અંત આણ્યો હતો.
બનાવની જાણ પડોશી દ્વારા પોલીસમાં કરાઇ હતી અને પાડોશીના જણાવ્યા મુજબ મહિ‌લા છેલ્લા ત્રણ દિવસથી ઘરની બહાર નીકળી હતી અને તેનો પતિ છેલ્લા ૧૨ દિવસથી કામ માટે બહાર ગયો છે. બનાવની જાણ થતાં પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મહિ‌લાના મૃતદેહનો કબ્જો સંભાળી તેને પોસ્ટમોર્ટમ માટે હોિસ્પટલમાં ખસેડીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.