• Gujarati News
  • પાર્સલમાંથી દેશી બોમ્બ નીકળતા ચકચાર

પાર્સલમાંથી દેશી બોમ્બ નીકળતા ચકચાર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લામાં ઓખાથી દ્વારકા સ્પીડ પોસ્ટ દ્વારા એક પાર્સલ આવ્યુ હતું. તો પાર્સલ ગ્રાહકે સ્વીકાર્યુ હતું અને પોસ્ટઓફીસે પડયુ રહયુ હતું. તેવામાં પોસ્ટ માસ્તરને શંકા જતાં તુરંત પોલીસને જાણ કરી હતી અને સનસનીખેજ રીતે સાડા ત્રણ કીલો વજન ધરાવતા પાર્સલમાંથી દેશી બોમ્બ નીકળતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.
દ્વારકાના નરસંગ ટેકરી, રામેશ્વર રોડ પર રહેતા ધર્મ ઇશ્વરલાલના નામે ઓખાથી એક પાર્સલ ગત બુધવારના રોજ સ્પીડપોસ્ટ મારફત મોકલવામાં આવ્યુ હતું. મરીન પોલીસના પીએસઆઇ મયંક પંડયાને વધુ શંકા જતાં તેમના દ્વારા જિલ્લા પોલીસ વડાને જાણ કરાઇ અને તમામ સુરક્ષા એજન્સીઓને બોલાવી લેવામાં આવી હતી. દરમિયાન બોમ્બ ડીફયુઝ એજન્સી દ્વારા દેશી બોમ્બ હોવાનું જાહેર થતાં પાર્સલને ડીફેન્સ એરિયામાં ટાઇગર પોઇન્ટના દરિયાકિનારે લઇ જવામાં આવ્યુ હતું અને તમામ સુરક્ષા એજન્સી વચ્ચે બોમ્બ ડીફયુઝ કરાયો હતો.
રાજકોટનોશખ્સ શંકાના દાયરામાં
પાર્સલજેના નામ પર આવ્યુ હતું એવા ધર્મની પૂછપરછ કરતા તેણે શંકા પોતાના રાજકોટ સ્થિત સાળા ભરત કોળી તરફ દર્શાવી હતી. પાર્સલ ઓખા પોસ્ટ ઓફીસેથી એક અઠવાડીયા પહેલા ડમી નામે રજીસ્ટ્રેશન કરાવી મોકલવામાં આવ્યુ હતું.
વાયરદેખાતા રહસ્ય ખુલ્યુ
છેલ્લાત્રણ દિવસથી પાર્સલ પડયુ હતું. પરંતુ ગઇકાલે સવારે પોસ્ટ માસ્તરને પાર્સલના ખૂણામાંથી વાયર નીકળેલા દેખાતા રહસ્ય બહાર આવ્યુ હતું.
ઓખાથી િસ્પડ પોસ્ટ દ્વારા ખાસ 3.5 િકલો વજનનું પાર્સલ મોકલાયું હતું