• Gujarati News
  • જામનગરમાં ગૃહમંત્રી રાજનાથસિંહ આવશે

જામનગરમાં ગૃહમંત્રી રાજનાથસિંહ આવશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય મંત્રી પોરબંદરમાં કાર્યક્રમમાં ભાગ લેવા જનારા છે. માટે તેઓ હવાઇમાર્ગે ૧૦-૪પ વાગ્યે સવારે જામનગર એરપોર્ટ ઉપર આવી પહોંચશે અને ૧૧ વાગ્યે તેઓ એરફોર્સના હેલીકોપ્ટર દ્વારા પોરબંદર જવા રવાના થશે.
જામનગર એરપોર્ટ ઉપર મેયર દિનેશભાઇ પટેલ તેમનું સ્વાગત કરશે તથા રેન્જ આઇજી પટેલ, જિલ્લા કલેકટર ઉપાધ્યાય, એસપી બડગુજર તથા એરપોર્ટ સતાવાળાઓ અને વાયુદળના અધિકારીઓ ત્યાં જરૂરી વ્યવસ્થામાં રહેશે. જે વ્યવસ્થામાં તંત્ર છેલ્લા ૨૪ કલાકથી પરોવાયેલું રહયું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી સાથે ગુજરાતના રજની પટેલ અને ગૃહ સચિવ નંદા પણ સાથે રહેશે.
સરહદી સુરક્ષાની સમીક્ષા થશે
કેન્દ્રીયગૃહમંત્રીનીમુલાકાત અત્યંત મહત્વની ગણાવાય છે કેમ કે તેઓ સરહદી સુરક્ષા અંગે સમીક્ષા કરવાના છે. તેઓ સૌરાષ્ટ્ર-કચ્છની દરિયાઇ સરહદ અંગે રીવ્યુ લેશે તથા રાત્રી રોકાણ ભૂજ કરશે.