• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરજિલ્લાના આકાશ ઉપરથી જાણે આકાશી ડોળ ઝળુંબતો હોય તેવું દ્રશ્ય આજે સર્

ભાસ્કર ન્યૂઝ. જામનગર જામનગરજિલ્લાના આકાશ ઉપરથી જાણે આકાશી ડોળ ઝળુંબતો હોય તેવું દ્રશ્ય આજે સર્જા‍યુ હતું અને એવું લાગતુ હતું કે જાણે હમણા વરસાદ ગમે ત્યારે તુટી પડશે તેવું એકરસ આકાશ જો કે...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જો કે અંદાજ મુજબ વખતના ચોમાસામાં એક તો જુલાઇથી વરસાદનો પ્રારંભ થયો અને અત્યાર સુધી જામનગર જિલ્લામાં તો માત્ર મધ્યમ પાંચ રાઉન્ડ આવ્યા છે. જેના કારણે વાવણી થઇ તથા બાદમાં વાવણી ઉપર નોંધપાત્ર વરસાદ રહયો. પરંતુ જળાશયોમાં પાણી સંગ્રહ થયો નથી. કેમ કે, મુશળધાર વરસાદ પડયો નથી. તેવામાં ગઇકાલથી જામનગર સહિ‌ત સમગ્ર સૌરાષ્ટ્ર ઉપર છવાયેલા વરસાદી વાદળોથી આશા બંધાઇ હતી અને હાલારનું આકાશ ભારે મેઘાડંબરવાળું હતું. મધરાતથી આજે સવાર સુધી જામનગરમાં મીમી, જામજોધપુરમાં માત્ર મીમી, જોડિયામાં માત્ર ૧૧ મીમી અને કાલાવડમાં માત્ર મીમી વરસાદ થયો છે. જો કે દ્વારકા જિલ્લામાં છાંટા પડયા હતાં.
જળાશયોમાં 44 ટકા પાણી
જામનગરિજલ્લાના26 જળાશયોમાં મળીને 25 ટકા તથા દ્વારકા િજલ્લાના 15 ડેમોમાં મળીને 63 ટકા પાણીનો જથ્થો છે જેથી બન્ને િજલ્લાનો કુલ 88 ટકા અને સરેરાશ 44 ટકા પાણીનો જથ્થો છે.
60 ટકા વરસાદ થયો
જામનગરઅનેદ્વારકા જિલ્લાના દરેક તાલુકા મથકોમાં મળીને અત્યાર સુધી સરેરાશ પ૩૦ મીમી વરસાદ થયો છે. જે છેલ્લા દસ વર્ષની સરેરાશ ૮૯૯ મીમી છે. તે મુજબ સાંઇઠ ટકા જેટલો વરસાદ થયો છે.
હાલાર ઉપર ઝળુંબતો આકાશી ડોળ
તાલુકા મથક વરસાદ (મીમી)
ધ્રોલ ૩૮૩
જામજોધપુર૪૮૬
જામનગર૩૪૮
જોડિયા૭૪૨
કાલાવડ૪પ૬
લાલપુર૨૭૭
ખંભાળિયાપ૦૬
ભાણવડ૬૪૦
કલ્યાણપુરપ૭૦
દ્વારકા૮૯૧
અત્યાર સુધીનો વરસાદ