• Gujarati News
  • { મોબાઇલ લોકેશનના આધારે અલીગઢ પોલીસ ત્રાટકી

{ મોબાઇલ લોકેશનના આધારે અલીગઢ પોલીસ ત્રાટકી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ મોબાઇલ લોકેશનના આધારે અલીગઢ પોલીસ ત્રાટકી



જામનગરઘેડ િવસ્તારમાં રહેતા યુપીના શખસ અને તરૂણીને ઝડપી લેવા માટે આવેલી યુપીના પેાલીસે બંન્નેની અટકાયત કરીને તેને પોતાની સાથે લઇ જવાની કાર્યવાહી કરી હતી તે દરમ્યાન બેડીના નાકા પાસે ભારે અફડા તફડી મચી જવા પામી હતી અહી આવેલી એક હોટલમાં ઉતરેલા પોલીસ જવાનોએ જયારે અા યુવક અને તરૂણીને રીક્ષામાં બેસાડવાની તજવીજ કરી ત્યારે મોટી સંખ્યામાં લોકોના ટોળા એકત્રીત થઇ ગયા હતાં જયારે સ્થાનીક પોલીસની મદદથી તેઓ રવાના થયા હતાં.

જામનગરના દરેડ િવસ્તારમાં એક અઠવાડીયાથી આવીને વસવાટ કરતા એક પરપ્રાંતીય યુવક અને એક સગીરા િવસ્તારમાં પોતાની ઓળખ પતી-પત્ની તરીકે આપી મજુરી કામ કરી રહેતા હતાં. તે દરમ્યાન મોબાઇલ લોકેશનના આધારે તેમનું લોકેશન ટ્રેસ કરી ઘસી આવેલી ઉત્તર પ્રદેશની પોલીસના જવાનોએ યુવક અને તરૂણીને ઝડપી લીધા હતાં તે બંન્નેને અટકાયત કરવામાં આવ્યા પછી બેડી ગેઇટ પાસે આવેલી એક હોટલમાં ઉતરેલા પોલીસ જવાનો ચેક આઉટ માટે જયારે હોટલે આવ્યા ત્યા ભારે અફડા તફડી મચી જવા પામી હતી અને લોકોના ટોળા અત્રે એકત્રીત થઇ ગયા હતાં. યુવક અલીગઢની તરૂણીનું લગ્ન કરવાની લાલચે અપહરણ કરી અહી લઇ આવ્યો હતો અને તે પોતે અહી રાહુલસીંગ નામે પોતાની ઓળખાણ આપી રહેતો હતો જયારે તેને પોતાને ચાર સંતાનો છે યુપીની પોલીસ ધરપકડ કરી લઇ ગઇ હતી.

ઉત્તરપ્રદેશના યુવક-તરુણીની જામનગરમાંથી અટકાયત થઇ

દરેડ િવસ્તારમાં પતિ-પત્નીની ઓળખ આપી વસવાટ કરતા હતા