• Gujarati News
  • ભાસ્કર ન્યૂઝ. જામનગર

ભાસ્કર ન્યૂઝ. જામનગર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

રાજયનાઆરોગ્ય, તબીબી િશક્ષણ, પરીવાર કલ્યાણ, માર્ગ અને મકાન, વાહન વ્યવહાર મંત્રી નીતીનભાઇ પટેલે આજે ગુજરાત આયુર્વેદ યુનીવર્સીટી જામનગરની મુલાકાત લીધેલી હતી. અંદાજે ત્રણ-ત્રણ કરોડના ખર્ચે િનર્માણ થનાર પુસ્તકાલય ભવન તથા રસશાલા ભવન ભાગ-3નો યુનીવર્સીટી ખાતે શીલાન્યાસ મંત્રીના હસ્તે કરાયો હતો તેમણે તકે જણાવ્યું હતું કે આયુર્વેદ સારવાર પધ્ધતી તરફ લોકોની રૂચી વધી છે.

કાર્યક્રમમાં મુખ્ય અતીથી િવશેષ તરીકે પ્રો. વસુબેન િત્રવેદી, મંત્રી રાજયકક્ષા ઉચ્ચ અને ટેકનીકલ િશક્ષણ, મહીલા અને બાળ કલ્યાણ િવભાગ ઉપસ્થીત રહ્યા હતાં.

મંત્રી નરોતમભાઇ પટેલે આયુર્વેદ હોસ્પીટલની મુલાકાતમાં જુદા-જુદા િવભાગોની મુલાકાત લઇ દર્દીઓની ખબર અંતર પુછી તેમને સત્વરે સાજા થવાનું આશ્વાસન આપેલ હતું હોસ્પીટલની સુવીધા તેમજ સ્વચ્છતાની જાણકારી મેળવી હતી.

યુનીવર્સીટીના પુસ્તકાલ ભવન તથા રસશાલા ભવન િશલાન્યાસ પ્રસંગે યોજાયેલ કાર્યક્રમમાં કુલપતી રાજેશ કોટેચાએ સ્વાગત પ્રવચનમાં મંત્રીઓના હકારાત્મક વલણથી યુની. દેશ અને દુનીયામાં નામના મેળવે છે. મંત્રી વસુબેન િત્રવેદીએ પ્રાસંગીક પ્રવચનમાં જણાવ્યું હતું કે, અગાઉના વર્ષોમાં ગામે-ગામ આયુર્વેદ દવાથી વૈદ સારવાર આપતા હતા આજના યુગમાં આયુર્વેદ સારવાર સમગ્ર સમાજનો જોક વધાર્યો છે.

પ્રસંગે જામનગર સાંસદ પૂનમબેન માડમ, મેયર િદનેશભાઇ પટેલ, જામનગર જીલ્લા પંચાયતના પ્રમુખ ડો. પી.બી.વસોયા, સૌરાષ્ટ્ર કચ્છ સરદાર સરોવર િસંચાઇ સમીતીના ચેરમેન મેઘજીભાઇ કણઝારીયા વગેરે ઉપસ્થીત રહ્યા હતાં તેમજ આયુર્વેદમાં ઋચી દર્શાવી જરૂરી આદાન-પ્રદાન કર્યુ હતું.

આયુર્વેદનું મહત્ત્વ છે માટે સુવિધા વધારી છે

મંત્રી નીતીનપટેલે આયુર્વેદ આપણા પૂર્વજો, રૂષી મુનીઓએ તંદુરસ્તી માટે આપેલી એક ભેટ છે આયુર્વેદનો દર્દ પહેલા રોગપ્રતીકારક તરીકે ઉપયોગ કરવામાં આવે તો તંદુરસ્તીમાં કોઇ િવધ્ન આવતું નથી. જામનગરની આયુર્વેદ યુનીવર્સીટીએ િવશ્વમાં નામના મેળવેલી છે તેમના રીસર્ચ પેપરો િવશ્વમાં પબ્લીશ થયા છે તેમજ ઇન્ટરનેશનલ આયુર્વેદ કોન્ફરન્સમાં જામનગરની યુની.ને પ્રતીનીધત્વ મળેલ છે જે ગર્વ લેવા જેવી બાબત છે. આયુર્વેદનો વ્યાપ વધારવા માટે પ્રચાર પ્રસીધ્ધી ઉપર ભાર મુકયો હતો. આરોગ્યની સુવીધા વધારવા માટે જામનગરની એમ.પી.શાહ મેડીકલ કોલેજમાં 8 કરોડ 78 લાખના ખર્ચે નર્સીગ હોસ્ટેલ જેવા રાજયમાં પચીસો કરોડના મેડીકલ ક્ષેત્ર