સરકારના િનયમ મુજબ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરશહેરમાં આવેલી જી.ડી.શાહ હાઇસ્કુલમાં ખાનગી પ્રકાશનોના પુસ્તકો તેમજ સ્ટેશનીરનું ગેરકાયદેસર વેચાણ કરતા હોવાની જાણકારી મળતા એનએસયુઆઇએ જનતા રેઇડ કરીને િશક્ષણ તંત્રને જાણ કરતા િશક્ષણ કચેરીના અધીકારીઓએ સ્થળ ઉપર રોજકામ કરી પુસ્તકો તેમજ ફુલસ્કેપ ચોપડા, બોલપેન, સ્ટીકર સહીતની અન્ય સ્ટેશનરીઓની વસ્તુને અિધકારીઓએ કબજે કરી હતી.


સરકારના િનયમ મુજબ સરકારી શાળાઓમાં ખાનગી પ્રકાશના પુસ્તકોનું વેચાણ તો ઠીક છે પરંતુ ખાનગી પ્રકાશકના પુસ્તકો ચલાવી પણ નથી શકાતા ત્યારે જામનગર શહેરમાં આવેલી જી.ડી.શાહ હાઇસ્કુલમાં ખાનગી પ્રકાશકના પુસ્તકો તેમજ અન્ય સ્ટેશનરીનું વેચાણ થતું હોવાની માહીતી અનેએસયુઆઇને મળતા જનતા રેઇડ કરવામાં આવી હતી અને િશક્ષણ અધીકારીઓને જાણ કરતા િનરીક્ષકોની ટીમ જી.ડી.શાહ હાઇસ્કુલે આવી પહોચી હતી અને એનએસયુઆઇના આગેવાનોની રજુઆત અને ફરીયાદના આધારે જે વર્ગમાં વેચાણ થતું હતું તે બંધ કરાવ્યું હતું અને ખાનગી પ્રકાશનોના પુસ્તકો, ફુલસ્કેપ, બોલપેન, સ્ટીકર, ખાખી કવર સહીતનું સાહીત્ય કબજે કર્યુ હતું.

શહેરની સરકારી શાળામાં ખાનગી પુસ્તકોનું ગેરકાયદેસર થતું વેચાણ

ક્લાસ વર્ગમાં પુસ્તકો સાથે અન્ય સ્ટેશનરીનું પણ વેચાણ કરાતું હતું

િશક્ષણ કચેરીના અધિકારીઓ દ્વારા રોજકામ કરી પુસ્તકો જપ્ત કરાયા