તમામ સત્તાઓ સાથે...

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
તમામ સત્તાઓ સાથે...

જામનગરમાં ગરીબ કલ્યાણ મેળાના કાર્યક્રમ માટે ગુજરાતના મુખ્યમંત્રી થયા બાદ આનંદીબેન પટેલ પ્રથમ વખત આવી રહ્યા છે જે અંગે તમામ વિભાગો સંયુકત રીતે તૈયારી કરી રહ્યા છે જેમાં રાજયના શિક્ષણમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદીની અધ્યક્ષતામાં મીટીગ યોજાઇ ત્યારે જિલ્લાની તમામ સતાઓની જાણે એક સાથે બેઠક થઇ જેમાં મેયર દિનેશભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન દિવ્યેશ અકબરી, કલેકટર નલીન ઉપાધ્યાય, કમિશનર હર્ષદ પટેલ, ડીડીઓ માકડીયા, એસપી બડગુજર સહિ‌ત ઉપસ્થિત રહ્યા હતાં. મીટીગમાંથી સૌ સતાધારીઓ પદાધિકારીઓ ઉભા થયા ને તુરંત કલીકમાં સમાઇ ગયા હતાં. જામનગર શહેરમાં યોજાનારા ગરીબ કલ્યાણ મેળામાં 10 હજાર જેટલા લાભાર્થીઓને જુદા-જુદા પ્રમાણપત્ર, સ્વરોજગારીના સાધનો, નાણાકીય સહાયના ચેક, સબસીડી વગેરેના લાભ આપવામાં આવશે તે માટેનું સમગ્ર લીસ્ટ આખરી કરાઇ રહ્યું છે અને િજલ્લા વહીવટી તંત્ર, મહાનગરપાિલકાનું તંત્ર તથા ઉધોગ િવભાગ, રોજગાર કચેરી, લેબર િવભાગ વગેરે કામગીરીમાં પરોવાયા છે. /િહરેન િહરપરા