• Gujarati News
  • વધુ એક ફરાર આરોપી ઝડપાયો

વધુ એક ફરાર આરોપી ઝડપાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વધુ એક ફરાર આરોપી ઝડપાયો

જામનગર|જામનગર શહેરના સીટી-બી ડિવીઝન વિસ્તારના ગુન્હામાં આવ તો વધુ એક આરોપી ઇશાક ઉર્ફે ગોગુ સુલેમાન ઝડપાયો હતો. આરોપી સામે જામનગર અને રાજકોટમાં અનેક ગુન્હાઓ નોંધાયા હતા. આરોપી છેલ્લા ઘણા સમયથી ફરાર હતો. અા આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો અને સીટી-બી પો. સ્ટેને સોંપ્યો હતો.

ધ્રોલનો યુવાન 8 વર્ષથી ગાયબ

ધ્રોલ|ભેંસદડગામનો કુવરભાઇ તેજાભાઇ વધેરા નામનો યુવાન ગત તા.૨૪-૪-૨૦૦૬ના રોજ તેના ઘરેથી કોઇને કહયા વગર ચાલ્યો ગયો છે. અંગેની રજૂઆત ધ્રોલ પોલીસમાં કરાઇ હતી અને તે અંગેની તપાસ ધ્રોલ પોલીસ ચલાવી રહી છે.

મકાન માલિક સામે ગુનો નોંધાયો

જામનગર|જામનગરના બેડેશ્વર ધરારનગર-રમાં રહેતા ઇકબાલ આદમભાઇ જાયા નામના શખસે પોતાની માલિકીનું મકાન પરપ્રાંતિય વ્યકિતને ભાડે આપ્યા બાદ અંગેની જાણ તેણે નજીકના પો.સ્ટે.માં જાણ કરી મેજી.ના જાહેર નામાનો ભંગ કર્યો હતો. કાર્યવાહી એસઓજી સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

પૈસાની ઉઘરાણી કરતા હુમલો

જામનગર|જામનગરમાંખરેડી ગામે રહેતા પ્રવિણભાઇ દામજીભાઇ મકવાણાએ ખડધોરાજીમાં રહેતા ઇશાક ઉર્ફે બચુભાઇને પોતાનું મોટરસાયકલ વેચ્યુ હતું અને ઘણા સમયથી ઉધરાણી કરવામાં આવતી હતી અને નિકાવા પાસે આરોપી પાસે ઉધરાણી કરતા ઉશ્કેરાઇ જઇ મુઢ માર મારી ઇજા પહોચાડી હતી. અંગે પ્રવિણભાઇ દ્વારા કાલાવડ પો.સ્ટે.માં વિધિવત ફરિયાદ નોંધાવી હતી.

GPSC માટે ભાષાનો સેિમનાર

જામનગર|જીપીએસસીનીપ્રિલીમનરી પરીક્ષામાં ગુજરાતી ભાષા અને વ્યાકરણનું પણ સારૂ એવું વેઇટેજ છે. તેથી પરીક્ષા નજીક આવી રહી છે ત્યારે આવા વિદ્યાર્થીઓને મદદરૂપ થવા અંગેનો એક વિનામૂલ્યે સેમીનાર એન.ડી. ક્રિએટીવ દ્વારા તા.૧૪-૯ના રવિવારે સવારે ૧૧ થી ૧૨-૩૦ વાગ્યે એન.ડી. ક્રિએટીવ-હાલાર હાઉસ પાસે, ડો. હેડગેવાર ભવનની બાજુમાં, સ્વામીનારાયણનગર, જામનગરમાં યોજાયો છે.

વિદેશી દારૂ સાથે એક ઝડપાયો

જામનગર|જામનગરના૬૪ દિ.પ્લોટમાં શીવ શકિત બેકરી પાસેથી પસાર થતા પરેશ ઉર્ફે પલુ વ્રૃજલાલ પંડીયાને ત્રણ નંગ વિદેશી શરાબ સાથે દબોચી લેવામાં આવ્યો હતો. કાર્યવાહી સીટી-એ ડીવી.ના નવીનદાન વાધદાન ગઢવી દ્વારા કરવામાં આવી હતી.

ન્યૂઝ ઇન બોક્સ