જામનગર અને દ્વારકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરજિલ્લામાં વખતના ચોમાસામાં વરસાદ ઓછો થયો પરંતુ ઘાતક વધુ નિવડયો કેમ કે, વીજળીઓ ત્રાટકવાથી માનવ મૃત્યુ અને ૧૮ પશુ મૃત્યુ થયા. બીજી તરફ વરસ્યો માત્ર ૬૦ ટકા અને જળાશયોમાં તો માત્ર ૨૭ ટકા પાણી આવ્યુ. જો કે, છેલ્લા વરસોથી ઓગષ્ટ-સપ્ટેમ્બરમાં ચોમાસુ સોળ કળાએ ખીલતું રહે છે.


જામનગર અને દ્વારકા જિલ્લામાં વખતના ચોમાસામાં વરસાદ જુલાઇથી શરૂ થયો અને ઓગષ્ટમાં તો વિરામ લઇ લીધો. બાદમાં ફરીથી સપ્ટેમ્બરમાં સામાન્ય વરસાદ પડતા અત્યાર સુધી ભાણવડમાં ૬૭પ મીમી, ધ્રોલમાં ૪૦૬, જામજોધપુરમાં પ૦૨, જામનગરમાં ૩પ૨, જોડિયામાં ૭૬૨, કાલાવડમાં ૪૭૬, કલ્યાણપુરમાં પ૭૦, ખંભાળિયામાં પ૦૬, લાલપુરમાં ૨૯૧ અને દ્વારકામાં ૮૯૧ મીમી વળી છેલ્લા દસ વર્ષની સરેરાશ ૮૯૯ મીમીના પ્રમાણમાં વરસે સરેરાશ પ૪૩ મીમી અને ૬૦ ટકા વરસાદ થયો છે. વળી વરસાદ ઓછો અને ઘાતક વધુ નીવડયો. કેમ કે, એક બાળક સહિ‌ત માનવ મૃત્યુ આકાશી વીજળી પડવાથી થયા છે અને ૧પ જેટલી વ્યકિતઓ વીજળી પડવાથી દાઝયા હતા અને ૧૮ તો પશુમૃત્યુ થયા. જેમાં બકરા, ભેંસ અને બળદના સમાવેશ થાય છે. વળી વરસાદથી જળાશયોમાં પણ ખાસ પાણી આવ્યુ નથી. અને જામનગર જિલ્લામાં ૨૬ ડેમોલમાં ૨૭ ટકા તથા દ્વારકા જિલ્લાના ૧પ ડેમોમાં ૬૦ ટકા પાણી સંગ્રહ થયો છે. રાજયના રાહત કમીશ્નરે પળેપળની વિગતો આપવા જિલ્લા કલેકટરના તાબા હેઠળના ડીઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલરૂમ તથા ઇમરજન્સી સેન્ટર તો ૨૪ કલાક ચાલુ છે જે તકની રાહ જુઅે છે.

તાલુકા મથક તા.૨૬ સપ્ટે. તા.૨૭ સપ્ટે. મોસમનો કુલ

ભાણવડ ૧૬૧૧૭૭ ૧૦૭૭

ધ્રોલ૭૬૯પ ૭૧૯

જામજોધપુર૨૦૭૧૬પ ૧૧૮૧

જામનગર૭૨૨૮પ ૧૪૨૭

જોડિયા૧૦પ૧૮૩ ૭૬૧

કાલાવડ૧૦૦૨૧૬ ૭૯૦

કલ્યાણપુર૦૯૮૨૩૦ ૯૭૨

ખંભાળિયા૧૧૩૪૪૭ ૧૬૪૯

લાલપુર૧૨૬૩૦૧ ૮૪૮

દ્વારકા૪૬૧૨૬ ૪૦૪

પીવાનું પાણી પણ ઘટે છે

જામનગરઅનેદ્વારકા જિલ્લાના પીવાના પાણી માટેના મુખ્ય આધાર સમાન ડેમ રણજીતસાગર, સસોઇ, ઉંડ-૧, સાની, સિંહણ, પન્ના સહિ‌તમાં પણ પાણીનો જથ્થો નહીંવત હોઇ હાલ ડ્રો કરવાનું પણ ઘટતું જાય છે.

ચોમાસાના અંતમાં વધુ વરસાદ આવે છે

ચોમાસાનીપેટર્નએવી બદલાઇ છે કે દર વર્ષે ભરપુર વરસાદ છેલ્લા દિવસોમાં આવે છે. ખાસ કરીને વરસાદ શરૂ પણ મોડી થાય છે. જુલાઇમાં હળવા-મધ્યમ, વાવણી લાયક રાઉન્ડ અને ઓગષ્ટ તથા સપ્ટેમ્બરમાં ધોધમાર વરસાદ છેલ્લા ૧૦ વર્ષથી પડી રહયા છે. ગત સપ્ટેમ્બરમાં તા.૨૬ અને તા.૨૭ના ધોધમાર વરસાદથી તમામ ડેમ ઓવરફલો થયા હતાં માટે મહીનામાં આશા વધુ છે.

વરસાદ-2013 (સપ્ટેમ્બરમાં) મીમીમાં

હાલારમાં ચોમાસું વરસ્યું ઓછું, ઘાતક વધુ રહ્યું