• Gujarati News
  • જીવાપર લૂંટ કેસના આરોપી હાથવેંત દૂર

જીવાપર લૂંટ કેસના આરોપી હાથવેંત દૂર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટોળકીએ વૃધ્ધ દંપતિને માર મારી સતત દોઢ કલાક સુધી લૂંટ ચલાવી હતી. બાદમાં ખેતમજૂરો અને આડોશ-પાડોશના લોકો આવી જતાં ટોળકી નાસી છુટી હતી. ટોળકી પ.૪૦ લાખનો મુદામાલ ચોરી કરી નાસી છુટી હતી.

બાદમાં પોલીસ દ્વારા સઘન ચેકીંગ હાથ ધરવામાં આવ્યુ હતું. અને સમગ્ર વિસ્તારમાં નાકા બંધી કરી દેવામાં આવી હતી અને પોલીસ વડા નિરજકુમાર બડગુજરની સુચનાથી જુદી જુદી પાંચ ટીમ બનાવી આરોપીઓને પકડવા અલગ-અલગ દિશામાં મોકલવામાં આવી હતી. પાંચેય ટીમો તુરંત કાર્યરત થઇ અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.આ ચડી-બનયાનધારી ટોળકીએ સૌપ્રથમ સ્થાનિક પોતાના લોકો જે ઘણા સમયથી અહીં જામનગરમાં રહે છે તેવા લોકો પાસેથી વિગત એકઠી કરી હતી. બાદમાં રેકી પણ કરી હોવાનું પણ આધારભૂત સુત્રમાંથી જાણવા મળે છે. ટોળકીમાં સાત આરોપીઓ આવ્યા હતા અને મધ્યપ્રદેશની પાસીંગવાળી ગાડી લઇને આવ્યા હતા. તેવું પણ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.