• Gujarati News
  • 90 કર્મચારીના પગાર કપાયા

90 કર્મચારીના પગાર કપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગત તા.૨૪ જુલાઇના સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન દિવ્યેશ અકબરી તથા ડેપ્યુટી કમીશન મુકેશ કુંભારાણા તથા ર્કોપોરેટર કેતન નાખવા સહિ‌તના પદાધિકારીઓએ ર્કોપોરેશનની જુદી-જુદી બ્રાન્ચોમાં હાજરી અંગે ચેકીંગ કરતા ૭૦ કર્મચારીઓ ગેરહાજર માલુમ પડયા હતા, તે તમામને નોટીસ ફટકારાઇ હતી.

બાદમાં તેના જવાબ એકત્ર કરાયા હતા અને આખરે કમિશ્નરે એવો નિર્ણય લીધો હતો કે, તમામના અડધા દિવસના પગાર કાપવામાં આવશે, સાથે સાથે બીજી વખત આવુ થશે તો વધુ કડક પગલાં લેવાશે તેવી તાકીદ અપાઇ હતી.

૧પમી ઓગષ્ટની ઉજવણી વખતે પણ કર્મચારીઓ ગેરહાજર હતા. આમ તમામ મળીને ૯૦ વર્ગ-૩, અને ૪ના કર્મચારીઓના હાલ અડધા દિવસના પગાર કપાયા છે. દરમિયાન નવનિયુકત કમિશ્નર હાલ તો સઘન સમીક્ષા કરે છે કે સાહેબનું કામ કેવું લાગે છે, શરૂઆત છે એટલે કડક થાય છે કે પછી કડક રહેશે એવી ચર્ચાઓ પણ અંદરખાને કરી રહયા છે.

તાસીર માપતા કમિ.

મ્યુનિસિપલકમિશ્નરહર્ષદ પટેલએ જામનગરનો ચિતાર જાણવાની સાથે સાથે મુખ્ય બ્રાન્ચોના અધિકારીઓ વિશે વિગતો એકઠી કરી તે માટે તેમની અમુક કર્મચારીઓ, અમુક નગરસેવકો અને અમુક ર્કોપોરેશન વર્તુળ બહારના વ્યકિતઓ પાસેથી જાણકારી મેળવી તે મુજબ તેઓ કામગીરી સોંપી રહયા છે તેવી ર્કોપોરેશનમાં ચર્ચા થાય છે. કેમ કે, અનુભવી એવા કમી. તાસીર માપે છે.