• Gujarati News
  • ખાનગી શાળાઓ ફી વધારશે તો આંદોલનની વાલીમંડળની ચીમકી

ખાનગી શાળાઓ ફી વધારશે તો આંદોલનની વાલીમંડળની ચીમકી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શિક્ષણાધિકારીને સ્કુલ સંચાલકો જરા પણ દાદ દેતા નથી

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરશહેરમાં ચાલતી સેલ્ફ ફાઇનાન્સની શાળાઓમાં દર વર્ષે બેફામ ફી વધારો કરવામાં આવે છે. શાળાઓ દ્વારા ફી વધારાની જિલ્લા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં નથી આવતી, આવી ખાનગી શાળાઓ પાસે આરટીઆઇ દ્વારા માહિતી માંગવામાં આવે છે તોય જવાબ દેવામાં આવતો નથી. દરવર્ષે મનફાવે તેટલી ફીનો વધારો કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણઅધિકારીની જાણબાર ફી વધારો કરી દેવામાં આવે છે તે અંગે વાલી મંડળના હરીસિંહએ વિરોધ કર્યો છે.

ફી વધારો જિલ્લા શિક્ષણ અધિકારીની સંમતિથી તથા વાલીઓની મંજુરી પછી ફી વધારો કરવો જોઇએ જેને બદલે વાલી વિધાર્થી તથા જિલ્લા શિક્ષણ અધિકારીની સંમતિ વગર બેફામ ફી વધારા કરવામાં આવે છે.

આવી શાળાઓ ઉપર તાકીદે લગામ નાખવા માંગણી કરી છે. તેમજ નવા સત્રથી આવી શાળામાં ફી વધારાની બ્રેક મારવામાં નહી આવે તો નવા સત્રથી આવી શાળાઓ તથા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી સામે ગાંધીિચંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.દરમ્યાન દર વર્ષે બાબતના પ્રશ્નો ઉઠે છે, શિક્ષણાધિકારીને આવેદન અપાઇ છે પરંતુ શિક્ષણ વિભાગની કોઇ પણ સુચનાને શાળા સંચાલકો ગાંઠતા નથી.

વાલી મંડળની માગણી

જામનગરનીકે.જી.થી ધો. 12 સુધીની ચાલતી ખાનગી શાળાઓમાં રૂા. 5000 થી 10,000 હજાર સુધીની કોશન મનીના નામે ડિપોઝીટ ગેરકાયદેસર ઉધરાવવામાં આવે છે. જેનું ઉધરાણું કરતા કરોડો રૂપિયામાં ગણવામાં આવે છે. પૈસાનો ગેર ઉપયોગ તો નથી થતો ને ? જેની તપાસ કરવા વાલી મંડળની માંગણી કરાઇ છે અને તાકીદે નવા શત્રથી તમામ વિધાર્થીઓને ગેરકાયદેસર ઉધરાવતી કોશનમની પરત કરવામાં આવે તેવી અમારી માંગણી પણ કરાઇ છે.