તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પુત્રની માથાકૂટનો ખાર રાખી પિતા પર ખૂની હુમલો કરાયો

પુત્રની માથાકૂટનો ખાર રાખી પિતા પર ખૂની હુમલો કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પુત્રની માથાકૂટનો ખાર રાખી પિતા પર ખૂની હુમલો કરાયો

મોરીદળ ગામે મકરસંક્રાંતિના અથડામણ થઇ હતી

જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોરીદળ ગામે રહેતા 70 વર્ષીય મોહનભાઇ સોમાભાઇ સોલંકીના પુત્ર શૈલેષ સાથે આજથી એક વર્ષ પહેલા કિરીટભાઇ કાનજીભાઇ પાતર સાથે તકરાર થઇ હતી જે બાબતનો ખાર રાખી કીરીટભાઇ, કાનાભાઇ મેધાભાઇ પાતર, વલ્લભભાઇ મગાભાઇ પાતર, વાધજીભાઇ મેધાભાઇ પાતર દ્વારા મકરસંક્રાંતિના રાત્રે મોહનભાઇ પર તલવાર લાકડીના ઘા મારી ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી જે અંગેની ફરિયાદ મોહનભાઇ દ્વારા નોંધાવવામાં આવતા પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીઓની શોધખોળ ચાલુ કરી છે.

ઉલ્લેખનીય છેકે, બે દિવસ પહેલા ફરિયાદના એક આરોપીએ શૈલેષ વગેરે સામે છોટા હાથી અથડાવી માથાકુટ કરી હોવાની ફરિયાદ કાલાવડ પોલીસ મથકે નોંધાવી હતી જયારે આજે બે દિવસ બાદ મોહનભાઇ દ્વારા અા ચારેય શખસો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે સત્ય શું છે જાણવા અલગ-અલગ દિશામાં તપાસ શરૂ કરી છે અને જરૂરી સાક્ષી તેમજ અન્ય વ્યકિતઓના નિવેદનો લીધા છે.જામનગરજિલ્લાના મોરીદળ ગામે મકરસંક્રાંતિના દિવસે અગાઉ એક વૃધ્ધના પુત્રની થયેલી માથાકુટનો ખાર રાખી વૃધ્ધને ચાર શખસોએ તલવાર, ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડવામાં આવી જે અંગે ફરિયાદ નોધાવવામાં આવી હતી.

બઘડાટી |તલવાર, ધોકા વડે ગંભીર ઇજા