આયુર્વેદ યુનિવર્સ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

વિશ્વનીસૌ પ્રથમ એવી આયુર્વેદ યુનિવર્સિટીમાં ત્રિદિવસીય કાર્યક્રમમાં મુખ્ય વિષય કોરાણે રહ્યો અને ભરતીઓ, બદલીઓ, તપાસની ચર્ચા થઇ, વળી રાષ્ટ્રીય વર્કશોપ પીજી વિભાગનો છે. છતાંય ડાયરેક્ટર પવન માર્ગે આવ્યા અને મહેમાનો જશે તે પહેલા પવન માર્ગે નીકળી જવાની વેતરણમાં રહ્યા છે અને એકંદર સ્વસ્થસ્ય સ્વાસ્થ્યમ્ રક્ષણમ્ નહી પરંતુ સ્વ રક્ષણમની ચિંતા કરતા અમૂક તપાસ હેઠળ રહેલાઓની ચર્ચા કરવા અમુક જૂથો હોલની બહાર વારંવાર જતા રહેતા હતા.


આયુર્વેદ યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ ટિચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ દ્વારા નેશનલ વર્કશોપ ઓન ડેવલપમેન્ટ ઓફ સ્ટાન્ડર્ડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સનો તા. 28, તા. 29 અને તા.30 સુધી વર્કશોપ પી. જી. ઓડિટોરિયમમાં યોજાયો છે. જેમાં જામનગર ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, દિલ્હીથી નિષ્ણાતો ભાગ લઇ રહ્યા છે. પરંતુ, એક તરફ અપેક્ષિત સંખ્યા થઇ નથી. બીજી તરફ વર્કશોપના સેશન વખતે પણ વારંવાર અમુક ગ્રૂપ બહાર નીકળી ચા ની સાથે ચર્ચામાં લાગી જતાં જોવા મળ્યા હતા.

ચર્ચાઓમાં મુખ્ય વિષય, હાલના કુલપતિની કાર્યપધ્ધતિ, પી. જી. ડાયરેક્ટર ઉપર લટકતી તલવારની શું અસર થશે, અમુક વિવાદિત ભરતીઓ અંગે આગળ શું થશે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલી જુદી-જુદી તપાસ કાર્યવાહીની શું અસરો થઇ અને થશે તેવા હતા.

યજમાન દોડાદોડીમાં પડ્યા છે

આયુર્વેદનો મુખ્યમંત્રછે સ્વસ્થસ્વ સ્વાસ્થ્યમ રક્ષણમ પરંતુ અમુક પદ શોભાવનારા સ્વરક્ષણમની જહેમતમાં લાગ્યા હોવાની ટકોર પણ સીનીયર આયુર્વેદાચાર્યો કયાં હતાં. કેમ કે છેલ્લા એક સપ્તાહથી વર્કશોપના યજમાન એવા ડાયરેકટર તો દિલ્હી હતા અને ફરીથી સોમવારે વિદેશ જવા રવાના થવાના છે. માટે વર્કશોપની તૈયારીઓ કે ફલશ્રુતિ બંન્નેમાં તેમનું યોગદાન નીલ ગણાય છે.

સ્વસ્થસ્ય સ્વાસ્થ્યમ્...નહીં સ્વ રક્ષણમની ચિંતાઓ થઇ હોવાનો ઘાટ ઘડાયાનું િચત્ર ઉપસ્યું

આયુ.ના સેમિનારમાં વિષય કોરાણે, તપાસોની ચર્ચા

ડાયરેક્ટર પવન માર્ગે આવ્યા અને મહેમાનોની પહેલા પવન માર્ગે જવાની વેતરણમાં