• Gujarati News
  • બકરાં ચરાવવા બાબતે યુવાન પર કૂહાડી વડે જીવલેણ હુમલો કરાયો

બકરાં ચરાવવા બાબતે યુવાન પર કૂહાડી વડે જીવલેણ હુમલો કરાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસમાં હત્યાના પ્રયાસ અંગે એક શખ્સ સામે ગુનો નોંધાયો

ભાસ્કરન્યૂઝ. જામનગર

જામનગરજિલ્લાના લાલપુર તાલુકાના વડપાંચસરા ગામની સીમમાં અાવેલી એક યુવાનની વાડીમાં બકરા ચરતા હોય જેનાથી વાવેલા પાકને નુકશાન થતુ હોય જેથી વાડી માલિક દ્વારા બકરાને વાડીથી દુર હાંકી કાઢવામાં આવ્યા હતાં જે અંગે બકરા ચરાવતના યુવાન દ્વારા યુવાન સાથે બોલાચાલી કરવામાં આવી હતી અને બાદમાં કુહાડી વડે જીવલેણ હુમલો કરી કુહાડીનો એક ઘા તેના માથામાં મારી ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી. જે અંગે યુવાન વિરૂધ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો.

લાલપુર તાલુકાના વડપાંચસરામાં રહેતા અને ગામની સીમમાં વાડી ધરાવતા વનરાજસિંહ બાબભા જાડેજાની વાડીની સીમમાં બકરા ચરતા હોય જે બકરા વાડીમાં વાવેલા મગના પાકને નુકશાન કરતા હોય આથી તેઓ દ્વારા બકરાને દુર કાઢવામાં આવ્યા હતાં આથી ઉશ્કેરાયેલા બકરાઓના માલિક ગફાર ઇબ્રાહીમ સંધી દ્વારા કુહાડી લઇ વનરાજસિંહ પાસે આવી ઉગ્ર બોલાચાલી કરવામાં આવી હતી બાદમાં વનરાજસિંહ દ્વારા ઇબ્રાહીમના ભાઇઓને સમજાવવા માટે બોલાવવામાં આવ્યા હતાં પરંતુ ઉશ્કેરાયેલા ઇબ્રાહીમ દ્વારા કુહાડી વડે વનરાજસિંહ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડવામાં આવી હતી. આથી વનરાજસિંહ દ્વારા હત્યા ના પ્રયાસ અંગેનો ગુનો નોંધાવાયો હતો.