• Gujarati News
  • 21 તલાટી કમ મંત્રી, 2 જુ. કલાર્ક, 1 એમપીડબલ્યુંની નિમણૂંક કરાઇ

21 તલાટી-કમ-મંત્રી, 2 જુ. કલાર્ક, 1 એમપીડબલ્યુંની નિમણૂંક કરાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા પંચાયત પસંદગી સમિતિ દ્વારા નિમણુંક પત્ર એનાયત કરાયા

ભાસ્કરન્યૂઝ. જામનગર

જિલ્લાપંચાયત પસંદગી સમિતિ જામનગર દ્રારા જાહેર લેખીત પરીક્ષા યોજી મેરીટના ધોરણે ૫૧ તલાટીઓ, ૧૮ જુનિયર કારકુન તેમજ ૫૭ એમપીડબલ્યુને નિમણૂક આદેશો તા. જુલાઇ ૨૦૧૪ના આપવામાં આવેલ હતા.આ નિમણૂક આદેશમાંથી અમુક ઉમેદવારો હાજર થતા તેમની જગ્યાએ વધારાની પસંદગી યાદીમાંથી ૨૦ તલાટી-કમ-મંત્રી, જુનિયર કારકુન અને એક એમપીડબલ્યુને જિલ્લા વિકાસ અધિકારી આર.જે.માંકડીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી બામણીયા, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડાભીના હસ્તે, નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

જિલ્લા વિકાસ અધિકારી માંકડીયાએ પસંદગી પામેલા કર્મચારીઓને અભિનંદન આપી આજથી જિલ્લા પંચાયતના પરિવારના સભ્યો બનેલા હોવાનું જણાવ્યું હતું. સરકારી સેવાઓ નિષ્ઠાથી બજાવી કર્મયોગ ભાવ સાથે જનહિતમાં કાર્યો અને પ્રજાજનોની સેવામાં સંવેદનશીલ અભિગમ રાખવા પ્રેરણા આપી હતી.

હકારાત્મક અભિગમથી ફરજ બજાવતા સરકારી ફરજો સરળ બનતી હોવા સાથે કર્મચારીના ઘર કુટુંબ તથા સમાજની પ્રગતિ સાથે વ્યકિતગત વિકાસ થતો હોવાનું જણાવ્યું હતું. પંચાયતી રાજમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત આમ વન ટીમ, વન વિઝન, વન મિશન તરીકે ગણાવી તલાટી કમ-મંત્રીની જગ્યા ગામની વહિવટી જગ્યા હોય તેને પાયાના પથ્થર તરીકે ગણાવ્યા હતા.

પંચાયતમાં આવતા અરજદારોની મુશ્કેલી સમજી સરકારી માર્ગદર્શિકા અનુસાર ઉકેલ લાવવા જણાવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના વહિવટી અધિકારીઓ તેમજ નવી નિમણુંક મેળવતા કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા અને એનાયત પત્ર સ્વીકાર્યા હતાં.

પસંદગી પામેલા કર્મચારીને એનાયત પત્ર આપવામાં આવ્યા હતાં.