તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જામનગર અને દ્વારકા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

ગુજરાતમાધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તા.11થી શરૂ થનાર વિજ્ઞાન પ્રવાહ સેમેસ્ટર- 1 અને 3ની પરીક્ષા માટે 9 પરીક્ષા કેન્દ્રો મંગળવારની મીટીંગમાં નકકી કરાયા હતાં. જેમાં જામનગરમાં 6, ધ્રોલમાં એક અને ખંભાળિયામાં બે કેન્દ્રો રહેશે.


જામનગર અને દ્વારકા જિલ્લાની સંયુકત વ્યવસ્થા માટે એકશન પ્લાન અમલમાં મુકાયો છે અને જિલ્લા કલેકટર નલીન ઉપાધ્યાયની અધ્યક્ષતામાં તથા જિલ્લા શિક્ષણાધિકારી એમ.આર. સગારાકા, ઝોન અધિકારી પી.સી. ત્રિવેદીની ઉપસ્થિતમાં મીટીંગ મળી હતી અને જિલ્લા પરીક્ષા સમિતિએ કેન્દ્રોની વ્યવસ્થા અંગે જરૂરી પગલાં લેવાની ચર્ચા કરી હતી. તકે અધ્યક્ષ દ્વારા સૂચના આપવામાં આવી હતી કે, કેન્દ્રો ઉપર પીવાના પાણી, સ્વચ્છતા અને પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા કરવી તેમજ અનઅધિકૃત વ્યકિતઓને અંદરે પ્રવેશવા દેવા નહીં. તેમજ પરીક્ષા વ્યવસ્થાના તમામ કર્મચારીઓ અને અધિકારીઓએ ઓળખ કાર્ડ દેખાય તેમ રાખવાના રહેશે. બીજી તરફ જિલ્લા કલેકટર દ્વારા પરીક્ષા સ્થળની આસપાસ 144ની કમલ, ઝેરોક્ષ મશીન બંધ રાખવા અંગેના હુકમો તેમજ મોબાઇલ કે એવા ઉપકરણો પરીક્ષામાં નહીં લઇ જવાના તમામ બાબતો અંગે જાહેરનામાઓ તૈયાર કરવામાં આવ્યા છે. પરીક્ષાના ભાગરૂપે પરીક્ષા રસીદ આપવાની કામગીરી મંગળવારે પૂર્ણ થઇ ગઇ છે.

પરીક્ષાના સ્થળો

જામનગરમાંડી.એસ.ગોજીયા, શાસ્ત્રી ત્રયંબકરામ વિધાલય, સત્યસાંઇ હાઇસ્કૂલ, સેન્ટ આન્સ હાઇસ્કૂલ, એ.કે. દોશી વિધાલય, પ્રણામી હાઇસ્કૂલ રહેશે. જયારે ધ્રોલમાં જી.એમ. પટેલ કન્યા વિધાલય અને ખંભાળિયામાં એસ.એન.ડી.ટી. સ્કૂલ અને નવચેતન હાઇસ્કૂલ પરીક્ષા કેન્દ્રો રહેશે.

બોર્ડ પરીક્ષા માટે જામનગર, દ્વારકા િજલ્લામાં માત્ર 9 કેન્દ્ર

ખંભાિળયામાં-2 અને ધ્રોલમાં-1 જયારે શહેરમાં-6 મથક ફાળવાયા

પરીક્ષા સમિતિની િમટિંગ મળી