તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • યુવાનને છરીના ઘા મારનારા ઝડપાયા

યુવાનને છરીના ઘા મારનારા ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરના મેહુલનગર વિસ્તારમાં આવેલા એમ્યુઝમેન્ટ પાર્ક નજીક સોમવારે મધરાતે ભુપેન્દ્ર કેશવજીભાઇ ડોબરીયા નામના યુવાનને આંતરીને મુનો હરજીભાઇ હોમલીયા, પરેશભાઇ હાથલીયા, બાબુ દેવા કનારા તથા બે અજાણ્યા શખ્સોએ રૂ.25000ની માંગણી કરી હતી. જયારે ભુપેન્દ્રભાઇ દ્વારા પૈસા આપવાની ના પાડતા પાંચેય શખ્સો દ્વારા ભુપેન્દ્રભાઇ ઉપર છરી, બેઝબોલના ધોકા તથા મુઠ વડે જીવલેણ હુમલો કર્યો હતો અને તેમના ખીસ્સામાં રાખેલા રૂ.1200 લઇ નાસી છુટયા હતાં. બનાવના પગલે લોકો એકઠા થઇ ગયા હતાં અને વાતાવરણમાં ગરમાવો આવી ગયો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી મામલો શાંત પાડયો હતો અને ભુપેન્દ્રભાઇને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડયા હતાં અને હોસ્પિટલના બિછાને પાંચ શખ્સ વિરૂધ્ધ ફરિયાદ થઇ હતી તે પાંચેય ઝડપાયા છે.

પાંચ વ્યકિત સામે લૂંટની પણ ફરિયાદ થઇ હતી