જામનગરના શરૂ સેકશન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરમાંએક ટયુશન કલાસમાં ભણતા વિધાર્થીઓ વચ્ચે ટયુશન બહાર ગાડી પાર્ક કરવા બાબતે બે દિવસ પહેલા થયેલી બોલાચાલીનો ખાર રાખી પોલીસ પુત્ર સહીત પાંચ શખ્સોએ સગીરવયના શખ્સ ઉપર મંગળવારે સવારે હોસ્પિટલમાં છરી, ધોકા અને પાઇપ સહીતના હથીયારો લઇને મારવા દોડી આવ્યા હતા.


જામનગરના શરૂ સેકશન રોડ ઉપર મધર ડેરી સામે આવેલા એક ટયુશન કલાસમાં ભણતા અની હીતેષ શુકલને ગાડી પાર્ક કરવા બાબતે સાથે ભણતા રાજદીપસિંહ બળુભા જાડેજા તેમજ ધર્મરાજસિંહ, જયવીરસિંહ વાળા, લાલો, કુડી સહીતના શખ્સો સાથે બે દિવસ પહેલા બોલાચાલી થઇ હતી. બાદમાં શખ્સોએ વાતનો ખાર રાખી અની ઉપર હુમલો કરવા છરી, ધોકા સહીતના હથીયારો લઇને મંગળવારે બપોરે ધસી આવ્યા હતાં અને યુવાનને ઇજાગ્રસ્ત કર્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. જયાં પાંચેય શખ્સોને પોલીસે હથીયાર સાથે ઝડપી લીધા હતાં.

ગાડી પાર્ક કરવા બાબતે લવરમૂછિયા બાખડ્યા

ટ્યૂશન કલાસ પાસે બે દિવસ પહેલાં થયેલી બબાલ