• Gujarati News
  • આત્માપ્રોજેકટ જામનગર તથા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સીદસરના સંયુકત ઉપક્રમે

આત્માપ્રોજેકટ-જામનગર તથા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સીદસરના સંયુકત ઉપક્રમે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આત્માપ્રોજેકટ-જામનગર તથા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ, સીદસરના સંયુકત ઉપક્રમે જામજોધપુર તાલુકાના સીદસરમાં રાત્રે 8 વાગ્યે જિલ્લા તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

તાલીમ શિબિરમાં જામજોધપુર તાલુકામાં આત્મા પ્રોજેકટના બ્લોક ટેકનોલોજી મેનેજર મયુરભાઇ ગરમોરા તથા ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ તરફથી હાજર રહેલા પી.બી. ડઢાણીયાએ દ્રશ્ય અને શ્રાવ્યનો ઉપયોગ કરીને ખેડૂતોને ખેતી ખર્ચમાં ઘટાડો, પાકમાં સુક્ષ્મ તત્વોનું મહત્વ, વિવિધ ગુણકારી બાયોફર્ટીલાઇઝર તથા ખેતી સાથે પશુપાલન વ્યવસાયની તાતી જરૂરિયાત અને મહત્વતા વિશે ખૂબ માહીતી સભર તથા ખેડૂત ઉપયોગી માર્ગદર્શન આપ્યુ હતું.

સિદસરમાં 117 ખેડૂતોએ માર્ગદર્શન મેળવ્યું