• Gujarati News
  • સીમકાર્ડ લે વેચ કરનાર માટે રજિસ્ટર ફરજિયાત

સીમકાર્ડ લે-વેચ કરનાર માટે રજિસ્ટર ફરજિયાત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દેવભૂમિદ્વારકા જિલ્લો ભારતની પશ્ચિમ આંતરરાષ્ટ્રીય સરહદે વિશાળ સાગરકાંઠો ધરાવતો અતિ સંવેદનશીલ જિલ્લો છે. જિલ્લામાં વિવિધ મોટા ઔધોગીક એકમો જેવા વાયરલ ઇન્સ્ટોલેશન સેન્ટરો આવેલા હોવાથી બહારના રાજયોમાંથી હજારોની સંખ્યામાં પરપ્રાંતિય લોકો રોજગારી અર્થે આવે છે અને બોગસ દસ્તાવેજ રજૂ કરી સીમકાર્ડ ખરીદ કરતા હોય છે.

ઘણીવાર ગુનાહીત માનસ ધરાવતા ઇસમો આવા બોગસ સીમકાર્ડ નંબરો ઉપરથી કોલ કરી રાષ્ટ્ર વિરોધી કે આતંકવાદી પ્રવૃતિને અંજામ આપે છે. તેમજ લોકોને લાલચ-પ્રલોભન આપી પૈસા પડાવતા હોય છે તેમજ મહીલાઓની જાતિય સતામણી કરતા હોય છે. પ્રવૃતિને અટકાવવા દેવભૂમિ દ્વારકાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એ.જે. ગામીતે એક જાહેરનામુ પ્રસિધ્ધ કરી ડીસ્ટ્રીબ્યુટર અને સીમકાર્ડ વિક્રેતાઓ માટે કેટલાક આદેશો ફરમાવ્યા છે. જેના અમલ કરવા ફરજીયાત હોવાનું જાહેરનામામાં કલેકટર દ્વારા જણાવાયું છે.