• Gujarati News
  • દેવભૂમિદ્વારકા જિલ્લો નવો બન્યાને દોઢેક વર્ષ થવા આવ્યું હોય

દેવભૂમિદ્વારકા જિલ્લો નવો બન્યાને દોઢેક વર્ષ થવા આવ્યું હોય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દેવભૂમિદ્વારકા જિલ્લો નવો બન્યાને દોઢેક વર્ષ થવા આવ્યું હોય જિલ્લામાં રમત-ગમતની પ્રવૃતિને પ્રોસ્તાહન મળે તે માટે દેવભૂમિ જિલ્લા કક્ષાના સેન્ટર ખંભાળિયામાં જિલ્લા કક્ષાનું રમત-ગમત કેન્દ્રનું મથક સેન્ટર સ્થાપવા આચાર્યો દ્વારા માંગ કરાઇ છે.

દ્વારકા જિલ્લાના ચારેય તાલુકાઓ કુસ્તી, વોલીબોલ, ખો-ખો, કબડ્ડી તથા બાસ્કેટ બોલ વગેરે સ્પર્ધાઓમાં રાજયકક્ષા સુધી જતાં હોય ત્યારે જિલ્લા કક્ષાનું રમત-ગમત કેન્દ્ર તથા તે માટે જરૂરી ખેલકુદ નિષ્ણાંત જેમ જામનગર તથા અન્ય જિલ્લાઓમાં છે તેવી રીતે દેવભૂિમ દ્વારકા િજલ્લામાં પણ મુકાય એવી રજૂઆત રાજય શિક્ષણમંત્રી વસુબેન ત્રિવેદીને કરાઇ છે.

દ્વારકા જિલ્લામાં રમતગમત કેન્દ્ર સ્થાપવા માગ