શહેરના દિગ્વિજય પ્

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કર ન્યૂઝ. જામનગર

જામનગરમાંશંકરટેકરી વિસ્તારમાં રહેતા એક શખ્સે પોતાની સગી પુત્રી ઉપર નજર બગાડી હતી અને વારંવાર દુષ્કર્મ કર્યુ હોવાની હકીકત સામે આવતા ભારે ચકચાર મચી જવા પામી છે અને નરાધમ પિતા પર ચોમેરથી ફીટકાર વરસી રહયો છે.


શહેરના દિગ્વિજય પ્લોટ-45માં શંકરટેકરીમાં રહેતા અને મજૂરી કામ કરતા પ્રૌઢે છેલ્લા મહીના જેટલા સમયગાળાથી પોતાની સગી પુત્રીને હવસનો શિકાર બનાવાઇ હતી અને તેણી ઉપર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું. ઘટના અંગે જો કોઇને જાણ કરી છે તો જાનથી મારી નાખીશ તેવી ધમકી પણ આપી હતી.

જેથી સગીર વયની પુત્રી નરામધમ પિતાનો ત્રાસ સહન કર્યે જતી હતી. પરંતુ પિતાની હરકતથી તંગ આવી ગયેલી પુત્રીએ આખરે પોલીસનું શરણ લીધું હતું અને પિતા સામે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધવા માટે સગીરા સાથે મહિલા સંસ્થાના અગ્રણીઓ તથા સામાજિક કાર્યકરો ઉપરાંત સમાજના કાર્યકરો, આગેવાનો પોલીસ મથકે આવી પહોંચ્યા હતાં.

થોડો સમય પહેલા િવસ્તારમાં પાડોશી શખસે સગીરા પર દુષ્કર્મ આચર્યુ હોવાનો બનાવ બન્યો હતો.

3 મહિના પહેલા માતાને જાણ થઇ

નરાધમપિતાના કૃત્યની તેની પત્નીને ત્રણ મહીના પહેલાં જાણ થઇ હતી. પરંતુ સમાજની આબરૂના ડરે કોઇ પગલાં ભર્યા હોવાનું પોલીસ સુત્રોમાંથી જાણવા મળ્યુ છે.

સગા પિતાએ પુત્રી પર દુષ્કર્મ આચર્યું

સમાજના આગેવાનો તથા સગીરાના પરિવારજનો પોલીસ મથકે દોડી આવ્યા